વરસાદ બાદ ફેલાતા રોગને નિયંત્રણ કરવા તા ફેલાયેલા રોગને નાબુદ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં મેલેરિયા, ડેન્ગ્યુ તા ચિકનગુનિયા જેવા રોગો અનુસંધાને વિવિધ વિસ્તારના ઘરોમાં ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમ્યાન મેલેરિયાના ૧, ડેન્ગ્યુના ૧ તેમજ ચિકનગુનિયાના ૨ કેસ પોઝીટીવ નીકળ્યા હતા. આ કાર્યક્રમમાં કુલ ૨૩૩૧ ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી જેમાં ૧૨૯ ઘરો પોરા મારે પોઝીટીવ મળેલ હતા. તેમજ ૧૧૫૪૩ પાત્રોની તપાસણી કરવામાં આવી હતી. સોસો ૩૮૭ ઘરોમાં ફોગીંગી ચકાસણી પણ કરવામાં આવી હતી. ચકાસણી દરમ્યાન ૩૨ નોટીસ આપવામાં આવી હતી. વરસાદના લીધે પાણી ભરાતા કુલ ૪૧૨ ખાડા / ખાબોચિયામાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.