રાજકોટમાં માતા-પુત્રના રિપોર્ટ સહિત ૨૪ નમુના નેગેટિવ આવતા તંત્રને રાહત
રાજ્યમાં પાટણમાં પણ કોરોનાનો પગ પેસારો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો
સૌરાષ્ટ્રમાં કોરોના કોવિડ ૧૯ ના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગરમાં કોરોના પોઝિટિવ વૃદ્ધ નું મોત નિપજ્યા બાદ તેમના પત્ની અને પુત્રવધૂને પણ કોરોના પોઝિટિવ આવતા તેમને આઇશોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજકોટમાં ૯ દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવેલા માતા – પુત્રના રિપોર્ટ સહિત અન્ય ૨૪ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રમાં રાહતનો શ્વાસ આવ્યો છે.ભાવનગરમાં કુલ ૯ પોઝિટિવ કેસ સાથે સૌરાષ્ટ્રમાં કુલ ૨૨ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુજરાતમાં પાટણમાં પણ કોરોના કોવિડ ૧૯ એ પગ પેસારો કરતા પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૧૦૦ ની નજીક પહોંચી રહી છે.
સૌરાષ્ટ્રમાં કોરોના કોવિડ ૧૯ ના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં પ્રથમ પોઝિટિવ કેસ વૃદ્ધના મૃત્યુ બાદ ગઈ કાલે તેમના પત્ની અને પુત્રવધૂને પણ કોરોના પોઝિટિવ આવતા ભાવનગરમાં કુલ ૯ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં રાજકોટમાં ૧૦ પોઝિટિવ, ગીર સોમનાથમાં ૨ અને પોરબંદરમાં ૧ કેસ પોઝિટિવ નોંધાયા છે. અને સૌરાષ્ટ્રમાં માત્ર ભાવનગરમાં જ બે કોરોના પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા છે.
રાજકોટમાં છેલ્લા ચાર દિવસથી કોરોનાના ૭૦ વધુ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એક પણ કોરોના પોઝિટિવ કેસ ન નોંધાતા આરોગ્યતંત્રમાં રાહતનો શ્વાસ અનુભવાયો છે. જ્યારે ૯ દિવસ પહેલા શહેરના જાગનાથ વિસ્તારમાં માતા – પુત્રમાં પોઝિટિવ રિપોર્ટ આવતા સિવિલ હોસ્પિટલમાં આઇશોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમની તબિયતમાં સુધારો દેખાતા ગઈ કાલે ફરી તેમનો રિપોર્ટ કરાવતા બન્નેના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ૯ દિવસમાં જ ૭૫ વર્ષના વૃદ્ધા અને પુત્રએ કોરોનાને મ્હાત આપી હતી. સિવિલ હોસ્પિટલમાં દાખલ ત્રણેય દર્દીઓની હાલતમાં સુધારો જણાવતા ત્રણેય દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર અને રાજકોટવાસીઓમાં રાહત જોવા મળી રહી છે. જ્યારે ગઈ કાલે વધુ ૨૪ સેમ્પલ કોરોના રિપોર્ટ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમના તમામ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા હતા. રાજકોટમાં છેલ્લા ચાર દિવસમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. ૭૦ થી શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા રાજકોટમાં કુલ ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને જેમાં ત્રણ પોઝિટિવ દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવાનું પણ વિચાર ચાલી રહ્યો છે.
રાજકોટમાં વધુ ૧૨ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલવા આવ્યા છે. જેમાં રાજકોટ સિટીના ૩ ગ્રામયના ૪ અને અન્ય જિલ્લોઓના ૫ દર્દીઓના સેમ્પલ મેળવી રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે. જેમાં ૭ પુરૂષો અને ૫ મહિલાઓ હોવાનું જાણવા મળી રહ્યું છે.
રાજ્યભરમાં કોરોનાએ વધુ એક જિલ્લામાં પગ પેસારો કર્યો છે. પાટણમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં ૧૨માં જિલ્લામાં કોરોના વાયરસે પગ પેસારો કર્યો છે. પાટણમાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ૧૦૦ની નજીક પહોંચી રહ્યો છે. રાજ્યમાં હાલ ૧૨ જિલ્લાઓમાં કુલ ૯૭ પોઝિટીવ કેસ નોંધાયા છે. અને ૮ દકરડીઓના મોત નિપજ્યા છે. ગઈ કાલે અમદાવાદ એક સાથે વધુ ૭ પોઝિટિવ કેસ નોંધાતા અમદાવાદમાં આંકડો ૩૮ સુધી પહોંચ્યો છે. સુરતમાં ૧૨ પોઝિટિવ, રાજકોટમાં ૧૦, વડોદરામાં ૯, ગાંધીનગરમાં ૧૧, ભાવનગરમાં ૯, કચ્છ માં ૧, મહેસાણામાં ૧, ગીર સોમનાથમાં ૨, પોરબંદરમાં ૧, પંચમહાલમાં ૧ અને પાટણમાં ૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં ૩, સુરતમાં ૧, વડોદરામાં ૧ અને ભાવનગરમાં ૨ મળી કુલ ૮ પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા છે.