‘બેસ્ટ વાઈલ્ડલાઈફ રીસોર્ટ ઓફ ધ યર’: એમઓડીઆઈ એવોર્ડ ફોર અકેસલન્સ ઈન ટુરીઝમ એનાયત
કોટેચા હોટેલ્સ ગ્રુપ દ્વારા સંચાલીત સાસણ ગીર સ્થીત ફર્ન ગીર ફોરેસ્ટ રીસોર્ટની યશકલગીમાં વધુ બે સિધ્ધિઓ ઉમેરાય છે. ઊઝ ગઘઠ દ્વારા તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલા એવોર્ડ સમારંભમાં ફર્ન ગીર ફોરેસ્ટ રીસોર્ટને બેસ્ટ વાઈલ્ડલાઈફ રીસોર્ટ ઓફ ધ યર ૨૦૧૮ અને ખઘઉશ એવોર્ડ ફોર એકસલન્સ ઈન ટુરીઝમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે.
ખઘઉશ એવોર્ડ એટલે કે (મેઈકીંગ ઓફ ડેવલપમેન્ટ ઈન્ડિયા એવોર્ડ)આ એવોર્ડ જે તે ઈન્ડસ્ટ્રીઝમાં એકસલન્સ હાંસલ કરનાર વ્યાવાસાયીક સંસ્શને અપાય છે. મુંબઈ ખાતે યોજાયેલ આ એવોર્ડ કાર્યક્રમમાં એવોર્ડ સ્વિકારતા ફર્ન ગીર રીસોર્ટના જનરલ મેનેજર દેબાશીષે મુદુલીએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યુંં હ તુ કે, ‘આ અમારા ફર્ન સાસણના દરેક ટીમ મેમ્બર માર્ટ ગર્વની ક્ષણ છે. અમારે ત્યાં આવતા દરેક પ્રવાસી માટે તેમની મુલાકાત ને એક યાદગાર સંભારણુ બની રહે તે માટે અમે તમામ ટીમના સભ્યોએ પરિશ્રમ કર્યો છે.
કોટેચા હોટેલ્સના કિશોરભાઈ કોટેચા અને તેમના પુત્ર અને યુવા ડિરેકટર કિશનભાઈ કોટેચાની દિર્ધદ્રષ્ટી અને સૌને સાથે લઈ ચાલવાની કાર્યશૈલીને આભારી છે. તેઓએ તેમના રીસોર્ટમાં ઈકો ફ્રેન્ડલી કોન્સેપ્ટ ને પૂરી રીતે આત્મસાથ કર્યો છે. અને ગીરના જંગલ અને તેમાં વસ્તા લોકો માટે થોડા મીત્રો સાથે મળી વાઈલ્ડ લાઈફ કનઝર્વેશન ટ્રસ્ટ નામના એનજીઓ દ્વારા આખુ વર્ષ અગણીત જંગલ અને જંગલી પ્રાણીઓને બચાવવા માટેની પ્રવૃત્તિઓ કરે છે. આ એવોર્ડ પ્રાપ્ત થતા કિશોરભાઈ મો. ૯૮૨૪૦ ૬૨૦૬૨ પર અભિનંદન વર્ષા થઈ રહી છે.