રાજકોટ એસ.ટી. ડિવિઝનના ૯ ડેપો પરથી તબક્કાવાર ૪૫૦ ટ્રીપો ચલાવાશે

રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે આજે ૨ માસ બાદ ફરીથી એસ.ટી ફરી ઓન રોડ થઈ છે. અમદાવાદ સિવાયના તમામ જિલ્લામાં એસ.ટી બસ આજથી પુર્વત થઈ છે. આજે વહેલી સવાર થી જ રાજકોટ એસ.ટી ડિવિઝન ખાતે મુસાફરો આવી પહોંચ્યા હતા. રાજકોટ ડિવિઝનના ૯ ડેપો પરથી આજથી તબક્કાવાર ૪૫૦ ટ્રીપ દોડશે. ડેપો પર તમામ મુસાફરોનું સ્ક્રિનિંગ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગાંધીનગર ખાતે યોજાયેલી એક મહત્વની બેઠકમાં ક્ધટેનમેન્ટ ઝોન સિવાય તમામ જિલ્લામાં એસ.ટી બસ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિગમ દ્વારા સવારે ૮ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી એસ.ટી બસો દોડાવવાનું ચાલુ કરાયું છે. રાજ્યભરમાં ૧૧૪૫ શેડ્યુલ અને ૭૦૩૩ ટ્રીપથી સંચાલન કરવાનું નક્કી કરાયું છે.જે અંતર્ગત રાજ્યના ચાર ઝોન એટલે કે સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ઝોનમાં એસટી દોડશે. એક ઝોનની બસ બીજા ઝોનમાં નહીં ચલાવી શકાય.

DSC 0637

નિગમ ધ્વારા જે તે જીલ્લાની હદમાં તાલુકાથી તાલુકા અને તાલુકાથી જીલ્લા મથક સુધીનું સંચાલન કરવામાં આવશે. જેમાં કોઈ પણ રૂટ ક્ધટેઈનમેન વિસ્તારમાંથી બસ પસાર થશે નહીં. આ ઉપરાંત બસના મુસાફરોને ઈ-ટીકીટ/મોબાઈલ ટીકીટ મારફતે મુસાફરી કરવા પર ભાર મૂકાયો છે.આમ છતાં સામાન્ય મુસાફરોને અગવડતા ન પડે તે માટે સોશિયલ ડીસન્ટસીંગનું પાલન થાય તે રીતે બસ સ્ટેન્ડ પરના કાઉન્ટર પરથી તેમજ બસમાં કંડકટર મારફતે રોકડ નાણાથી પણ ટીકીટ ઈશ્યૂ કરાશે.

જ્યારે મુસાફરો માટે કરાયેલા સૂચનની વાત કરીએ તો બસમાં મુસાફરી કરનાર મુસાફરે તેઓની ટ્રીપ ઉપડતા ઓછામાં ઓછા ૩૦ મિનીટ પહેલા બસ સ્ટેન્ડ પર આવવાનું રહેશે. તેમજ ડેપો બસ સ્ટેન્ડ ખાતે માત્ર માસ્ક પહેરેલ હોય તેઓને જ પ્રવેશ આપવામાં આવશે. મુસાફરોની સલામતી માટે એસટી નિગમ બસની કેપીસીટીના ૬૦ ટકા મુસાફરો સાથે સંચાલન કરશે. સાથે જ દરેક બસ ટ્રીપ પૂર્ણ થતા સેનેટાઈઝ કરી અને બીજી ટ્રીપમાં ઓપરેટ કરાશે. આ ઉપરાંત બસ સ્ટેન્ડમાં પ્રવેશ સમયે જ ટેમ્પરેચર ચેક કરવામાં આવશે અને લક્ષણ વિહીન મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. રાજુલા એસટી આજથી અમરેલી જિલ્લા પૂરતી જ દોડવામાં આવી રહી છે અને એક બસમાં ૩૦ જેટલા મુસાફરો મુસાફરી કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.