ર૪ એપ્રિલથી ફરી લગ્નના ઢોલ ઢબુકશે
ભારતીય સંસ્કૃતિ અને વિવિધ પરંપરાઓમાં ‘મુહુર્ત’ ને અગ્રસ્થાન આપ્યું છે. માંગલિક પ્રસંગ હોય કે ધાર્મિક પરંતુ તે કાર્ય માટે મુર્હુત જોવડાવી અને શુભમુહુર્તમાં જ આવા કાર્યો કરવાની પરંપરા આજ પણ જળવાયેલી છે. તેમાં પણ ખાસ કરીને માંગલિક પ્રસંગો માટે ‘વણજોયું મુર્હુત’ કહેવાતા દિવસોની પ્રથમ પસંદગી હોય છે.
આગામી મંગળવારે ‘વસંત પંચમી’ હોય તે દિવસ વણજોયુ મુર્હુત માનવામાં આવે છે. જેથી લગ્નો માટે દિવસ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પરંતુ લગ્ન ઇચ્છુકો માટે તા. ૧પ-૧૬ એટલે કે વસંત પંચમી અને તેનો આગલો દિવસ આમ લગ્ન માટે બે દિવસના મુહુર્ત છે.
સામાન્ય રીતે જોઇએ તો વસંત પંચમી એ માત્ર વ્રત જ નહી પરંતુ પતિ-પત્નિનું મહાપર્વ માનવામાં આવે છે આ દિવસે કામદેવ અને રતીનું પણ પુજન કરવામાં આવે છે જેથી લગ્ન માટે વસંત પંચમીનું શ્રેષ્ઠ મુહુર્ત કહેવાય છે.
આ શ્રેષ્ઠ મુર્હુતમાં અસંખ્ય લગ્નો હોય કયારેક એક સાથે ઘણા બધા લગ્નો હોય, લગ્ન માટે વાડી, હોલ, પાર્ટી પ્લોટ વગેરે હાઉસ ફૂલ થઇ જતાં હોવા ઉપરાંત, રસોયા, કેટરર્સ, સંગીતકારો અને કયારેક તો (ગોરબાપા) મારાજની પણ અછત સર્જાય છે. મંગળવારે પણ વસંત પંચમી હોય ઘણા લગ્નો છે.
માત્ર ૧પ અને ૧૬ ફેબ્રુઆરી એટલે કે વસંત પંચમી પછી લગ્ન ઇચ્છુકોએ મુહુર્ત માટે બે મહિનાનો ઇંન્તજાર કરવો પડશે.
કારણ કે બાદમાં દોઢથી પોણા બે મહિના શુક્ર ગ્રહનો અસ્ત છે જેમાં લગ્નો ના મુહુર્ત હોય નહી અને વચ્ચે હોળાષ્ટક વગેરે બાબતો ને લઇ અને લગ્ન ઇચ્છુકો માટે બે માસનો બ્રેક રહેશે. ર૪ એપ્રિલથી ફરી લગ્નગાળો શરૂ થશે. પરંતુ વસંત પંચમી પછી લગ્ન માટે બે મહિના સુધી મુહુર્ત ન હોવાનું પણ જાણવા મળ્યું છે જેથી વસંત પંચમી બાદ મુહુર્ત માટે લગ્નસરાને બે મહિનાનો બ્રેક રહેશે.
વસંત પંચમી કોઇપણ ધાર્મિક કાર્ય કરવું શુભ
વસંણ પંચમીના દિવસે કોઇપણ શુભ, ધાર્મિક કાર્ય કરવું ઉત્તમ રહેશ. જપ, તપ, પુજા, પાઠ,ઉદઘાટન, કથા, હવન આ દિવસે વધુ જ શુભ અને ઉત્તમ ફળ આપનાર છે.
વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાજીની પુજા કરવી ઉત્તમ છે.
આ દિવસે સવારના અથવા સાંજના સમયે બાજોઠ પર અથવા પાટલા પર સફેદ વસ્ત્ર પાથરી ને સરસ્વતિ માતાજીની છબી પધરાવી ત્યારબાદ દીવો કે અગરબતી કરી માતાજીને ચાંદલો, ચોખા કરી માતાજી સરસ્વતિના મંત્ર ૐ ઓમ રીલ કલી સરસ્વતી દેવ્યીએ નમ: ના જાપ કરવા ખાસ કરી ને વિઘાર્થી વર્ગે આ પુજા કરવી. જેથી અભ્યાસમાં એકાગ્રતા આવે છે વાણીમાં મીઠાશ આવેછે.
વસંત પંચમી એ માત્ર વ્રત નહિ પરંતુ પતિ-પત્નીનું મહાપર્વ કહેવાય છે આ દિવસે કામદેવ અને સ્ત્રીનું પણ પુજન થાય છે. પતિ-પત્ની બન્ને એકબીજામાં પ્રેમ વધે તે માટે આંબાની ડાળમાં આ પુજન કરી શકે છે.
(શાસ્ત્રી- રાજદિપ જોષી)