અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ફૉલોઅર્સના મામલે ભલે ટ્વીટર પર નેતાઓમાં સૌથી આગળ છે, પરંતુ ફેસબુક પર તેઓના ફૉલોઅર નરેન્દ્ર મોદીથી પણ આગળ છે. આ વાત બુધવારે કોમ્યુનિકેશન ફર્મ બર્સન માર્ટ્સટેલરના એક અધ્યયનમાં સામે આવી. વળી, કોંગ્રેસ નેતાઓમાં રાહુલ ગાંધી ટ્વીટર પર શશિ થરૂરને પાછળ છોડીને સૌથી વધારે ફૉલો કરવામાં આવતા નેતા બની ગયા છે.
અધ્યયન કેવી રીતે થયું?
આ અધ્યયન માટે 1 જાન્યુઆરી 2017થી 650 નેતાઓના પર્સનલ અને ઇન્સ્ટિટ્યૂશનલ ફેસબુક પેજની તપાસ કરવામાં આવી.ફેસબુક પર યૂઝર્સ સાથે ઇન્ટરેક્શનમાં ટ્રમ્પ આગળ રહ્યા છે. તેઓએ ગત 14 મહિનામાં અંદાજિત 205 મિલિયન લાઇક, કોમેન્ટ અને શૅર કરી. જ્યારે મોદીએ અંદાજિત 113 મિલિયન લાઇક, શૅર અને કોમેન્ટ્સ કરી, આ સંખ્યા ટ્રમ્પથી બેગણી છે.
કમ્બોડિયાના વડાપ્રધાનના ફૉલોઅર્સ 50 ટકા વધ્યા
રિસર્ચમાં એશિયન ક્ષેત્રથી વ્યાપક સ્તર પર ફેસબુક ટ્રેન્ડ્સને સામેલ કરવામાં આવ્યા હતા. તેમાં એશિયન નેતાઓના ટ્વીટર ફૉલોઅર્સની સંખ્યા વધારે હતી.ફેસબુક ફૉલોઅર્સના મામલે કંમ્બોડિયાના વડાપ્રધાન હુન સેન 5માં સ્થાન પર છે. તેઓને ફૉલોઅર્સ 50 ટકા વધારીને 96 લાખ થઇ ગયા છે. તેઓની સંખ્યા કંમ્બોડિયાના ફેસબુક યુઝર્સ 71 લાખથી વધારે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com