મેનેજમેન્ટ સમજુતિનો અમલ કરે: કર્મચારીઓની માંગ
દિગ્જામ વુલન મીલમાં નોકરી કરતા કર્મચારીઓને લોકડાઉનના બે માસ પછીનાં સમયનો નિયમિત પગાર ચૂકવવા માગં કરવામાં આવી છે.
કામદારોએ કંપનીનાં મેનેજમેન્ટને આવેદન પાઠવી જણાવ્યું છે. અમો દિગ્જામ વુલન મીલમાં ઘણા વર્ષોથી નોકરી કરી અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ.
સરકાર દ્વારા કોવિડ ૧૯ની મહામારી ચાલતી હોય જે અનુસંધાને નોટીફીકેશન જાહેર કરી માર્ચ ૨૩ થી અંદાજીત બે માસ માટે સમગ્ર દેશ અને ઔદ્યોગિક એકમો બંધ કરવા જાહેરનામું બહાર પાડેલ હતુ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ લોક ડાઉનના બે મહિનાનો પગાર મેનેજમેન્ટ અને કામદાર યુનિયને સમાધાનકારી વલણ અપનાવી નકકી કર્યું હતુ જે મુજબ લોક ડાઉનના બે માસ દરમ્યાન મેનેજમેન્ટ અને યુનિયન દ્વારા અર્ધો પગાર આપવાનું નકકી કરવામાં આવ્યું હતુ.
ત્યારબાદ સરકાર દ્વારા લોક ડાઉનના નિયમો જાળવીને ઔદ્યોગિક એકમો ચાલુ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. કામદારોને રેગ્યુલર પગાર આપવો એવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
પરંતુ કંપનીએ આજ સુધી એટલે કે સપ્ટે. મહિના સુધી કામદારોને અડધા પગારની સ્લીપ જ આપેલ છે. અને ૧૪૫ કામદારોને કંપનીના નિયમ મુજબ કામદાર જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં ૭૦%થી ઓછી હોય, તેને ૦ (ઝિરો) પગારની સ્લીપ આપી છે
મેનેજમેન્ટ દ્વારા જાન્યુઆરી મહિનામાં મૌખીક લેખીત એવી ખાત્રી આપવામાં આવી હતી કે જો કામદારને બહાર કામ કરવા જવું હોયત જઈ શકે છે તેને કોઈ પણ પગાર કાપવામાં નહી આવે.
અમો કામદારોની લોક ડાઉનના બે માસ પછીના આજ દિન સુધીના અમો કામદારોના રેગ્યુલર પગાર ચૂકવી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.