કેદીએ બરમુડામાં છુપાવેલો અને બેરેકના બાથરૂમની દિવાલ પરથી મોબાઈલ મળ્યા
સેન્ટ્રલ જેલમાં અવાર નવાર દડામાં વિટલાઈને તમ્બાકુ, મોબાઈલ અને ચાર્જર જેવી પ્રતિબંધીત વસ્તુઓના ઘા આવતા હોય છે. ત્યારે હજુ ગત રાત્રીનાં અમદાવાદ સ્કવોર્ડની ઝડતીમાં ચાર મોબાઈલ ઝડપાયા હતા. ત્યારે ગઈકાલ વધુ એક ઝડતી દરમિયાન કાચા કામના બે કેદીઓ પાસેતી બે મોબાઈલ ઝડપાયા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરની સેન્ટ્રલ જેલમાં ગઈકાલે બપોરે સ્થાનિક ઝડતી સ્કવોડના સ્ટાફે જેલ નં. ૨ યાર્ડ નંબર ૨ અને બેરેક નંબર ૨ની ઝડતી કરતા કાચા કામના કેદી સાવંત ઉર્ફે બાલી સંજય વાઘેલાના બરમુડામાંથી એક મોબાઈલ મળી આવ્યો હતો.
આ ઉપરાંત યાર્ડ નં.૨ની બેરેક નંબર ૩ની ઝડતી કરતા બાથરૂમની દિવાલના ઉપરના ભાગે લેમ્પના વાયરીંગમાં ચાર્જથી તો બીજો મોબાઈલ પણ મળી આવ્યો હતો. જે અંગે ગ્રુપ ૨ ના જેલર ડી.પી. રબારીએ પ્ર.નગર પોલીસ મથકમાં કેદી સાવંત વાઘેલા અને એક અજાણ્યા કેદી વિધ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધણી છે. ઉપરાંત જેલમાંથી ઝડપાતા મોબાઈલ કયાંથી અવ્યો? કયાં કેદીનો છે ? તેનો ઉપયોગ કઈ ગૂનાહિત પ્રવૃત્તિઓમાં કરવામાં આવ્યો છે. કે કે? સહિતની બાબતોની જો તપાસ કરવામાં આવે અનેક ઘટસ્ફોટ થઈ શકે તેમ છે. જયારે જેલમાથી મોબાઈલ અને વ્યસનની ચીજ વસ્તુઓ મળવાનો સીલસીલો યથાવત રહેતા જેલ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.