એચઓજીએ સરપ્રાઇઝ ચેકીંગ કર્યુ
લીંબડી સબ જેલમાં એસ.ઓ.જી. એ સરપ્રાઇઝ ચેકિંગ કરી, મોબાલઇ ફોન નંગ-2 ઝડપી પાડતી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.લીંબડી ખાતેની સબ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ઘરી. પ્રતિબંધિત ચીજવસ્તુ મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય. જે અન્વયે આજરોજ એસ ઓ જી.ના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદી વિગેરે સ્ટાફ તથા લીંબડી સબ જેલના જેલર, જેલ સ્ટાફ તથા જેલ ગાર્ડ ના સ્ટાફ સાથે લીંબડી સબ જેલમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવતા લીંબડી સબ જેલના બેરેક ન, 1 માંથી આરોપી મહેન્દ્રભાઈ દાદભાઈ કરપડા સુદામડા પોસ્ટ ઑફિસ સામે તા.સાયલા મોબાઈલ ફોન નંગ 1 અને શનિભાઈ ચંદ્રભાઈ ભોજા સાયલાના ડેલા પાસે તા.વઢવાણ મોબાઈલ ફોન બંન્ને ઈસો પાસેથી કુલ મળી પ્રતિબંધીત મોબાઈલ ફોન નંગ-2 મળી આવતા, સદરહું મુદ્દામાલ જેલ
પરિસરમાં પ્રતિબંધિત હોય, જેથી મોબાઇલ કબ્જે કરી મજકુર ઇસમો વિરૂધ્ધમાં લીંબડી પો.સ્ટે માં જેલ પ્રીઝન્સ એક્ટ હેઠળ અલગ અલગ ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.