મોબાઇલ જપ્ત કરી કેદી સામે કાર્યવાહી
સુરેન્દ્રનગર જીલ્લામા સબજેલ દરેક કેદીઓ માટે આશીવાઁદરુપ સમાન સાબિત થઇ છે ત્યારે હાલમા જ શનીવારના રોજ સાંજે સુરેન્દ્રનગર સબજેલમા ચાલતી પોલમપોલ અહિના કેદીઓ દ્વારા જ ખુલ્લી કરાતા સમગ્ર જીલ્લામા સબજેલના પ્રશાસન પર અનેક સવાલો ઉભા થયા છે જેમા સુરેન્દ્રનગર સબજેલમા મોબાઇલ,ચાજઁર, સીગ્રેટ, મસાલા સહીતની ચીજ વસ્તુઓ જેલની બેરેક સુધી ઘુસાડવા માટેના રુપિયા લેવાતા હોવાની વાત ખુદ કેદી દ્વારા વાઇરલ કરેલા વિડીયોમા ઉલ્લેખ કરાયો હતો.
સુરેન્દ્રનગર સબજેલનો વાઇરલ વિડીયો થતાની સાથે જ સમગ્ર જીલ્લાના પોલીસ બેડામા દોડધામ મચી જવા પામી હતી જેથી પોલીસ તંત્રની ખુલ્લી પડી ગયેલી પોલને ઢાકવા હવે જીલ્લાની અન્ય જેલોમા પણ સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરાયા હતા જેમા ધ્રાગધ્રા સબજેલમા ગઇકાલે બપોરના સમયે અચાનક ડીવાયએસપી આર.બી.દેવધા, સીટી પો.હે.કોન્સ્ટે આર.ડી.ચૌહાણ, દશરથભાઇ રબારી, કુળદીપસિંહ ઝાલા, યુવરાજસિંહ સહિતનો સ્ટાફ ચેકીંગ હાથ ધરી સબજેલમા રહેલા કાચાકામના કેદીઓની અંગ ઝડતી કરી હતી.
જેમા બેરેક નંબર ૨મા રહેલા દિગપાલસિંહ પાસેથી એક મોબાઇલ મળી આવ્યો હતો જ્યારે અન્ય એક બેરેકમા રહેલા અશોક વાલજીભાઇ નામના કેદીપાસેથી વધુ એક મોબાઇલ મળી આવતા ધ્રાગધ્રા સબજેલમા કુલ બે મોબાઇલ મળી આવ્યા હોવાની વિગતો મળી હતી. આ બે મોબાઇલ પોલીસે હાલ જપ્ત કરી સબજેલમા કાચાકામના બંન્ને કેદીઓ પર કાયદેસરની કાયઁવાહી કરી વારંવાર સબજેલમા ઘુસાડવામા આવતી પ્રતિબંધીત ચીજવસ્તુઓ કઇ રીતે જેલની બેરેક સુધી પહોચે છે ? તે તરફ તપાસ હાથ ધરી હતી.