ધ્રાંગધ્રા સબજેલમા છેલ્લા કેટલાક સમયથી વારંવાર કેટલીક પ્રતિબંધીત ચીજ-વસ્તુઓ ઝડપાય છે. ત્યારે ધ્રાંગધ્રા ની સબજેલમા રહેલા તમામ કાચાકામના કેદીઓ પાસે તમામ પ્રતિબંધીત ચીઝવસ્તુઓની સહુલીયત મળતી રહે છે. ત્યારે ધ્રાંગધ્રા સબજેલમા વધુ એક વખત SOG દ્વારા દરોડા કરતા મોબાઇલ ઝડપાયા હતા.
પ્રાપ્ત વિગતો અનુશાર ધ્રાંગધ્રા સબજેલમા મોબાઇલ ફોનનો ઉપયોગ થતો હોવાની બાતમી સુરેન્દ્રનગર SOG ટીમના પીએસઆઇ એમ.બી.સોલંકીને માહિતી મળતા તુરંત તેઓએ પોતાની ટીમને લઇને ધ્રાગધ્રા સબજેલમા બપોરના સમયે ઝડતી હાથ ધરતા સબજેલની બેરેક નંબર 1 માથી જયપાલ પ્રવિણસિંહ સોલંકી રહે. ઝીંઝુવાડા તથા ગજેન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા રહે. ઝીઝુવાડાવાળા ધ્રાગધ્રા સબજેલમા હાલે કાચાકામના કેદીઓ હોય જેઓની પાસેથી 2 મોબાઇલ મળી આવ્યા હતા જ્યારે તપાસ કરતા મોબાઇલની સાથે એક અન્ય ચાજઁર પણ મળી આવ્યુ હતુ જ્યારે બંન્ને કેદીઓ વિરુધ્ધ ધ્રાગધ્રા સીટી પોલીસ સ્ટેશન ફરીયાદ હાથ ધરી સબજેલમા મોબાઇલ પહોચાડનાર અન્ય બે અજાણ્યા ઇશમો પર પણ ફરીયાદ નોંધી છે ત્યારે ધ્રાગધ્રા સબજેલમા અગાઉ પણ મોબાઇલ, ચાજઁર, તિક્ષ્ણ હથીયાર, વિદેશીદારુ સહિત પ્રતિબંધીત ચીજવસ્તુઓ મળી આવી હતી.