ઈડર ચેનવા સમાજમાં શોકની લાગણી છવાઈ
ઈડર તાલુકાના લાલપુર દીયોલી ગામ પાસે આવેલી ગૌંવાવ નદીમાં નાહવા પડેલા બે સગીરનાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા લાલપુર ગામનો નિલેશ સુરેશભાઈ ચેનવા ઉંમર વર્ષ 15 અને તેજસ કમલેશભાઈ ચેનવા ઉંમર વર્ષ 17 આ બંને સગીર વયનાં યુવાનો મિત્રો સાથે ચેકડેમમાં નાહવા પડ્યા હતા
અને જોત જોતામાં બંને સગીરો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા મોત નીપજ્યા હતા
આ બનાવની જાણ ઈડર ફાયર વિભાગને થતા ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં ગ્રામજનોએ બંને સગીરના મૃતદેહને બહાર કાઢ્યા હતા ત્યારે આ ઘટનાની જાણ લાલપુર સરપંચ અને તલાટીને થતા સરપંચ અશોકભાઈ પટેલ અને તલાટી નીતિન પટેલ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા અને બંને સગીરાના મૃતદેહને 108 મારફતે પી.એમ અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા અને સિવિલ હોસ્પીટલ ખાતે ચેનવા સમાજના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા ત્યારે એકજ સમાજના બે યુવાનોના નદીમાં ડૂબી જવાથી મોત થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું