દેશનાં 12 રાજ્યોમાં આવેલા ભારે વંટોળ અને તોફાનને કારણે 368 વર્ષમાં પહેલી વખત પ્રેમના પ્રતીક તાજમહલના મૂળ માળખાને નુકસાન થયું છે. તેના બે મિનારા હચમચી ગયા છે, એકનો દરવાજો પણ તૂટી ગયો. ઇતિહાસકારોનું કહેવું છે કે 2015માં આવેલા ભૂકંપમાં પણ તાજને કાંઇ થયું ન હતું. જ્યારે ફતેહપુર સિકરીમાં ખ્વાજા સલીમ ચિશ્તીની દરગાહના પરિસરમાં બાદશાહી દરવાજાના વરંડાનો એક ભાગ તૂટી ગયો છે. અન્ય ભાગને પણ નુકસાન થયું છે.પ્રેમના પ્રતીકના બે મિનારા હચમચી ગયા, એકનો દરવાજો તૂટ્યો
યોગીએ કર્ણાટકનો પ્રવાસ પડતો મૂક્યો
મુખ્યમંત્રી યોગી ચૂંટણીપ્રચાર માટે કર્ણાટક ગયા હતા. વાવાઝોડું આવ્યા પછી કર્ણાટકના મુખ્યમંત્રીએ ટિ્વટ કર્યું કે- યુપીના લોકો માફ કરજો. તમારા સીએમ કર્ણાટકમાં વ્યસ્ત છે. ટૂંકમાં પરત થશે. જેથી યોગીએ તુરત જ યુપી પરત ફરવાનો નિર્ણય લીધો અને શનિવારે તેઓ આગરા પહોંચશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com