નાસ્તો કર્યા બાદ કર્મચારીએ પૈસા માંગ્યા હોવાથી તેનો ખાર રાખી હુમલો કર્યો
જામનગરના પટેલ કોલોનીમાં ખાણીપીણીની એક દુકાને બે શખ્સોએ ધસી જઈ દુકાનના કર્મચારીને છરી હુલાવ્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. આવી રીતે વેપારીઓને કનડતા તત્ત્વો સામે પોલીસે ઘટતી કાર્યવાહી કરવી જોઈએ તેવી માગણી ઉઠી છે.
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલી શેરી નં.૧માં બજરંગ સોઢા નામની ખાણીપીણી દુકાનમાં બેએક દિવસ પહેલા તરલ ગોહિલ ઉર્ફે હકી તથા વિશાલ સુરૃ નામના બે શખ્સો નાસ્તો કરવા માટે આવ્યા હતા. આ શખ્સોએ પેટ ભરીને નાસ્તો કર્યા પછી ચાલતી પકડતા આ દુકાનના સંચાલક શંકર મ્રૃગેશ પિલ્લાઈ વતી તે દુકાનના કર્મચારી અન્નાએ પૈસા માગ્યા હતા આથી ઉપરોક્ત બન્ને શખ્સોએ ગાળાગાળી કરી હતી.
ત્યાર પછી હકી તથા તેનો સાગરિત વિશાલ બજરંગ ઢોસા સેન્ટરે આવ્યા હતા જ્યાં તેઓએ શંકર પિલ્લાઈને અન્નો ક્યા છે તેમ કહી ગાળો ભાંડયા પછી છરી વડે હુમલો કર્યો હતો જેના કારણે શંકર પિલ્લાઈને સાથળમાં છરી ઘૂસી ગઈ હતી. આ વેળાએ તે દુકાનમાં નોકરી કરતા એક મહિલા પણ વચ્ચે પડયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com