પીડિતાના પતિને ચાર વર્ષ પહેલા છરી મારવાના ગુનામાં સંડોવાયેલા શખ્સે લાજ લુંટવા કર્યો પ્રયાસ
ગાંધીગ્રામ શેરી નંબર 3 માં આવેલા શ્રી રેસિડેન્સીમાં રહેતી પરિણીતાના મકાનમાં ધુસી નિર્લજજ હુમલો કરી આબરુ લુંટવા પ્રવાસ કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. પોલીસે બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામ શેરી નંબર 3 માં આવેલા શ્રી રેસિડેન્સીમાં રહેતી પરીણીતા ગતરાતે દસેક વાગે પોતાના ઘરે હતી ત્યારે ઋશીરાજ ગોહિલ અને એક અજાણ્યા શખ્સ મકાનમાં આવી પરીણીતાને તારા પતિનો નંબર આપવાનું કહી નિર્લજજ હુમલો કરતા પરીણીતાએ બચવા માટે ગોકીરો કરતા તેણીના સસરા, સાસુ અને નણંદ આવી જતા બન્ને શખ્સો ભાગી ગયાની ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે.પરિણીતાના પતિ નાણાવટી ચોકમાં રસના ચિચોડાનો ધંધો કરતા હતા ત્યારે તેઓને ટિફીન આપવા જતી ત્યારે એક શખ્સ તેણીનો પીછો કરી પજવણી કરતો હોવાથી પરિણીતાએ પોતાના પતિને રાવ કરી હતી. પજવણી કરતો શખ્સ ઋષીરાજ ગોહિલ હોવાનું ઓળખ થઇ હતી અને ચારેક વર્ષ પહેલા પોતાને છરી માર્યાનું પત્નીને જણાવ્યું હતું અને ટિફીન આપવા જવાનું પરિણીતાએ બંધ કરી દીધું હતું.
આમ છતાં ઋષિરાજ ગોહિલ પરિણીતાના મકાન આજુબાજુ આટા ફેરા કરી ખરાબ ઇશારા કરતો હતો અને ગઇકાલે રાતે અજાણ્યા શખ્સ સાથે મકાનમાં ધુસી નિર્લજજ હુમલો કર્યાનું ફરીયાદમાં જણાવ્યું છે પી.એસ.આઇ. એન.બી. ડોડીયા અને એએસઆ જયસુખભાઇ હુંબલ સહિતના સ્ટાફે ઋષિરાજ ગોહિલ અને તેના સાગરીકની શોધખોળ હાથ ધરી છે.