રાજકોટ શહેરમાં મંગળવારના રાત્રિના સમયે સામા કાંઠા વિસ્તારમાં આવેલ રણછોડ નગર તેમજ પંચશીલ સોસાયટીમાં મહારાષ્ટ્ર અને નવ જેટલી કારના કાચ તોડીને ચોરી કરી હતી જેમાં એક વેપારીની રિવોલ્વર પણ ચોરી થઈ ગઈ હતી બનાવની ગંભીરતાના પગલે પોલીસ કમિશનર અને ડીસીપી સહિતના અધિકારીઓ બી ડીવીઝન પોલીસ મથકે દોડી ગયા હતા. એટલું જ નહીં બપોરે સમગ્ર રાજયમાં -6 નાકાબંધી કરાવી હતી. રાજયભરની પોલીસને કાર નંબર મોકલી દીધા હતા. જેના આધારે સુરત ક્રાઈમ બ્રાંચે કામરેજ વિસ્તારમાંથી મહારાષ્ટ્રની ગેંગેના બે સભ્યોને પકડી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો છે
રણછોડ નગર વેપારીની રિવોલ્વર અને અને પંચશીલ સોસાયટીમાં ટેપની ચોરી કરી હતી
મહારાષ્ટ્ર પાર્સિંગની કાર નંબરના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે બંને શખ્સોની કરી ધરપકડ કરી તમામ મુદ્દામાલ કર્યો કબ્જે
વિગતો મુજબ મંગળવારની રાત્રીના રોજ મહારાષ્ટ્ર પાસિંગની હોન્ડા સિટી કારમાં બે શખ્સો ગોંડલ રોડ પરની પંચશીલ સોસાયટીમાં ત્રાટક્યા હતા. જેમાંથી એક શખ્સ કાર પાસે વોચમાં ઉભો રહ્યો હતો જ્યારે બીજા શખ્સે ચોરી કરી હતી.અને પંચશીલ સોસાયટી શેરી નં. 35ના અને ખૂણે રહેતા વિવેકભાઈ પરેશભાઈ માંડાણી 4, (ઉં.વ.27) ભક્તિનગર રેલવે સ્ટેશન સર્કલ , પાસે માર્શલ મશીલ ટુલ્સ નામની ફેક્ટરી ક ધરાવે છે. તેની ધર પાસે પાર્ક હોન્ડા સિટી કારના કાચ ફોડવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેની સામે રહેતા મેહુલભાઇ પ્રફુલભાઇ પંડ્યાની મારૂતિ સિલેરિયો, મુકેશભાઈ ગુણવંતભાઈ કારિયાની અને જ્યોતિષ છગનભાઈપિત્રોડાની કારના પણ કાચ ફોડી રૂા. 90 હજારની કિંમતના ટેપની ચોરી કરવામાં આવી હતી.
જે અંગે માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.પંચશીલ સોસાયટીમાં તરખાટ મચાવ્યા ત્રણ જીવતા કાર્ટીસ, રૂા. 60 હજાર રોકડા ઉપરાંત ટેપની ચોરી કરી ગયા હતાં. જે અંગે રણછોડનગર શેરી નં. 1માં રહેતા મનપાના કોન્ટ્રાક્ટર બ્રિજેશભાઇ મનસુખભાઈ ગજેરા (ઉ.વ.35)એ ફરિયાદ નોંધાવી છે.તેણે મોડીરાત્રે ઘર પાસે ક્રેટા કાર પાર્ક કરી હતી. સવારે જોતા તેના કાચ તૂટેલા હતા.
ડેશબોર્ડ અને બંને સીટ વચ્ચેના ખાના ખૂલેલા હતા જેમાંથી તેની લાયસન્સવાળી 32 બોરનીરિવોલ્વર, તેમાં લોડ કરેલા ત્રણ પરસોતમભાઈ સોરઠીયા (ઉ.વ.31)ની સ્વીફટ કારના, રાવતભાઈ પરબતભાઇ કુગશિયાની સ્કોર્પિયો કારના, હિમાંશુભાઇ અરવિંદભાઈ બોસમિયાની સ્કોર્પિયો કારના અને અભિષેક હસમુખભાઈ ગોસાઇની અમેઝ કારના કાચ ફોડી અંદરથી બ્રોશર, કપડા, ટેપ, એટીએમ કાર્ડ, ક્રેડીટ કાર્ડ વગેરેની ચોરી કરવામાં આવી હતી. જે અંગે બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.