ઉત્તર પ્રદેશમાં ATS (Anti-Terrorism Squad)એ પૈસા, નોકરી અને લગ્નજીવનના લાલચથી ધર્મ પરિવર્તન કરાવનારી ગેંગને પકડી છે. ATSની ટીમે સોમવારે ગેંગના બે સભ્યો કાઝી જહાંગીર આલમ અને મોહમ્મદ ઉમર ગૌતમની ધરપકડ કરી હતી. આ ગેંગ પર એક હજાર લોકોનું ધર્મ પરિવર્તન કરાવી મુસલમાન બનાવ્યા તેવો આરોપ છે. તેમને આ માટે પાકિસ્તાનની ખુફિયા એજન્સી ISI મદદ કરતી અને બીજા વિદેશી ફંડિંગ પણ મળતા. એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે સોમવારે લખનૌમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી.

પ્રશાંત કુમારે કહ્યું કે, ‘બંને આરોપી મોહમ્મદ ઉમર અને કાઝી જહાંગીર કાસમી દિલ્હીના જામિયા નગર વિસ્તારના રહેવાસી છે. બંને આરોપીઓ પર યુપીની સાથે અન્ય રાજ્યોમાં પણ ધર્મપરિવર્તન કરવાનો આરોપ છે. આ લોકો ગરીબ હિન્દુઓને નિશાન બનાવતા હતા અને આજ સુધીમાં એક હજારથી વધુ હિન્દુઓને ધર્માંતરિત કર્યા છે. આ બંને મૌલાના વધુ પ્રમાણમાં મૂક બધિર અને મહિલાઓનું ધર્મ પરિવર્તન કરતા.

સૌથી મહત્વની વાતએ છે કે, જયારે ATSએ બંનેને પકડી પૂછતાછ કરી તો માહિતી મળી કે, ‘તેમાંનો એક આરોપી ઉમર ગૌતમ હિન્દુ હતો. પછી તેને હિન્દૂ ધર્મ છોડી ઇસ્લામ સ્વીકાર્યો. રામપુરના ગામમાં બે હિંદુ બાળકોના પરાણે ખતના કરાવીને તેમનું ધર્માંતરણ કરાવવામાં પણ એક મૌલાનાની સંડોવણી સામે આવી છે. બંને પશ્ચિમી યુપીના રહેવાસી છે. જેને વિદેશથી સંચાલિત એક મુસ્લિમ સંગઠન ફંડિંગ પણ કરી રહ્યાં હતા. ATS તેમના વિશે વધુ જાણકારી એકઠી કરી રહી છે.

IDC (ઇસ્લામિક દાવા સેન્ટર) નામની સંસ્થા કચેરીનું સરનામું- C 2, જોગાબાઈ એક્સ્ટેંશન, જામિયા નગર, નવી દિલ્હી. ઉમર અને તેના સાથીઓ દ્વારા ધર્માંતર માટે આ સંસ્થા ચલાવવામાં આવતી હતી. આ કાર્ય માટે સંસ્થાને વિદેશી ભંડોળ મળતું હતું. આ લોકો ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન અને લગ્નના પ્રમાણપત્રો લોકોને આપતા.

આ મૌલાના નોઈડા ડેફ સોસાયટીમાં સંચાલિત મૂક બધિર સ્કૂલના છાત્ર-છાત્રાઓને ફોસલાવીને કે પ્રલોભન આપીને ધર્મ પરિવર્તન કરાવી ચુક્યા છે. ધર્મ પરિવર્તિત એક હજાર મહિલાઓના બાળકોની યાદી મળી છે. કાનપુર, બનારસ અને નોઈડામાં પણ તમામ બાળકો, મહિલાઓના ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યા છે. કાનપુરના એક બાળકને સાઉથના કોઈ શહેરમાં લઈ જવાયો છે. તેના વિશે હાલ તાપસ હાથ ધરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.