અકસ્માતમાં યુવાન કાળનો કોળીયા બનતા બે-માસ પૂર્વે પ્રભુતાના પગલા માંડનાર નવોઢા બની વિધવા
રાજકોટ-આટકોટ માર્ગ પર આવેલા વિરનગર ખાતે કારે એક્ટિવાને હડફેટે લેતા બે માસીયાઇ ભાઇના મોત નિપજતા પટેલ પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણ તાલુકાના વિરનગર ખાતે રહેતા જેનીશ હરેશભાઇ બરવાળીયા નામના 20 વર્ષીય યુવક અને તેનો માસીયાઇ ભાઇ કેનીલ રિતેશભાઇ પરસાણા નામના 20 વર્ષીય બંને માસીયાઇ ભાઇ જીજે 3કે ઇ 7827 નંબરનું એક્ટિવા મોટર સાયકલ લઇને પોતાની વાડીએ રાત્રે ઘરે આવી રહ્યા હતા ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવતી જીજે3એમબી 1459 નંબરની પુરપાટ ઝડપે આવતી એન્ડઅવર કારે એક્ટિવાને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં જેનીલ હરેશભાઇ બરવાળીયા નામના યુવકનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા કેનીલ હિતેશભાઇ પરસાણાને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા જ્યાં સારવાર મળે તે પૂર્વ કેનીલે દમ તોડ્યો હતો.
આ બનાવની જાણ આટકોટ પોલીસ મથકને જાણ થતા પી.એસ.આઇ. કે.પી. મહેતા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. ઘટના સ્થળે મોત નિપજેલા જેનીશ હરેશભાઇ બરવાળીયાને પી.એમ. અર્થે જસદણ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાશમાં મૃતક જેનીશ બરવાળીયા અને કેનીલ પરસાણા માસીયાઇ ભાઇ છે. જેનીલ બરવાળીયા કોલેજમાં અભ્યાસ કરે છે. બે માસ પૂર્વે લગ્ન થયા હતા. જેનીલના મોતથી માતા-પિતાએ એકનો એક પુત્ર બે બહેને એકનો એક ભાઇ ગુમાવવાથી પરિવારમાં આક્રંદ છવાયો છે. બંને મૃતકોની અંતિમયાત્રામાં હૈયાફાટ રૂદને આખું ગામ જોડાયું હતુ અને વિરનગર ગામ સજ્જડ બંધ રહ્યુ હતું.