આદર્શ નર્સો વિના હોસ્પીટલો અધૂરી: માઁ વગરનું ઘર સુનું સુનું!
એા એક સત્ય ઘટના છે.
પડોશમાં એક મહિલાનો એકનો એક દીકરો બિમારીમાં પટકાયો એની ઉમર બે વર્ષની
ઝાડા-ઉલ્ટીનો કેસ અનહદ ડિહાઇડ્રેશન… શરીરમાં પાણીનો છાંટો ન રહ્યો.
આવી હાલતમાં બાળક હાથપગ પછાડે, પીડા વચ્ચે સતત રડયા કરે….
એ જમાનામાં ચિલ્ડ્રન સ્પેશ્યાલીસ્ટ ડોકટરોમાં ડો. સિલ્હર અને ડો. મારૂના નામ મોખરે
બાળકનેે ડો. મારૂ પાસે લઇ ગયા સારવારમાં સારી પેઠે મોડા પડયાની અને લગીરે વિલંબ વિના બાળકોની હોસ્પિટલે લઇ જવાની તાકીદ કરી.
સારવાર લખી આપી હતી. કુટુંબીઓ તાબડતોબ હોસ્5િટલે પહોંચ્યા.. પ્રારંભિક સારવારમાં ‘બાટલો’ ચડાવવાનો હતો. પણ બાળકને ધેનની દવાથી સંપૂર્ણપણે શાંત કરવાનો હતો, પણ પ્રિસ્ક્રાઇબ કરેલા ‘ડોઝ’માં એ જંપ્યો નહિ અને ધમપછાડા કર્યા કરે એમ બાટલાનું પ્રવાહી શરીરમાં જાય નહિ.
જો સમયસર આ સારવાર ન થાય તો કેસ ફેઇલ થાય! આવી ઘેરી ચિંતા વચ્ચે બાળકની માતાના આક્રંદ વચ્ચે તે વખતે ફરજ ઉપર હતા એવા નર્સ બહેને ‘હાફ ડોઝ’ નું સૂચન કર્યુ અને અમલમાં પણ મુકાયું.
આ ડોઝથી ‘વેઇન’ (નસ) નહિ પકડાય એવી ભીતી હતી.
નર્સ બેને હાથમાં અને પગમાં ઇન્જેકશનની સોઇ વડે પંકચર કર્યા પણ નસ જ પકડાઇ, એ પછી એકા એક નર્સબેન એમની ટબુકડી રૂમમાં જતા રહ્યા.
દર્દીના એક કુટુંબી પત્રકાર ત્થાં ઉપસ્થિત હતા. તેમને ધ્રાશકો પડયો ! તે ઓરડીના દરવાજા સુધી ગયા અને કહી નાખ્યું કે આ દર્દી મરણ પથારીએ છે ને તને એને મૂકીને આવતા રહ્યા, એનું શું થશે એની ચિંતા તમને કેમ થતી નથી.
એ બેન તે વખતે ત્યાંની દિવાલ પર માતાજીના ફોટાવાળું કેલેન્ડર હતું તેની સમીપ અગરબત્તીનો ધૂપ કરીને બે હાથ જોડી ઊભા હતા… તેમણે અત્યંત નમ્રતાથી જવાબ આપ્યો કે, જૂઓ ભાઇ આ દર્દીની તબિયત ગઁભીર છે. આ હોસ્5િટલમાં સારવારથી અને દવા ચાકરીથી એ બચી જ જશે એની કોઇ ખાતરી નથી, હું માતાજીને પ્રાર્થના કરૂ છું તમને જો શ્રઘ્ધા હોય તો મારી સાથે પ્રાર્થનામાં જોડાઇ જાવ..
એ પછી તેઓ દર્દીની સારવાર માટે પાછા ફર્યા. તે વખતે એ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક ડોકટર તે વખતે તેમની ફરજ પર ન હોવાથી ફરવા ગયેલા તે અચાનક આવી ગયા. નર્સ બહેને તેમને બોલાવ્યા, બધી વાત કરી એટલે તરત તેમણે પગની ચામડી હેઠળથી સાધનો વડે નસ કાઢી, અંગ્રેજીમાં એ પ્રક્રિયાને ‘વેઇનીસેકસન’ કહેવાય
આમ બાટલો ચડાવવાની કામગીરી શરુ થઇ ગઇ
ચાર કલાક સુધી નર્સ બેન ખડે પગે રહ્યા.
એ વખતે પત્રકાર ભાઇ ત્યાં બેસીને બધું નિહાળતા રહ્યા હતા. તેમને તેમની જગ્યાએ જઇને સૂઇ જવાનો નર્સ બહેને આદેશ આપ્યો.
સુઇ જતાં અચકાતા પત્રકાર મિત્રે ચિંતા વ્યકત કરી નર્સ બહેને એમને સમજાવ્યા, કે હજું ઘણી સારવાર કરવાની થશે. મારી ડયુટી પૂરી થતાં સુધી અમે તમારા દર્દીની કાળજી રાખશું તમારી બેનની જેમ…
વહેલી સવારે એ બહેને આ ભાઇને ઉઠાડીને ફરી માતાજીને પ્રાર્થના કરતાં કરતાં વિદાય લીધી.
હોસ્પિટલના એ વખતના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રોહિતભાઇ ઓઝા એ વખતના મુખ્યમંત્રીશ્રી ઘનશ્યામભાઇ ઓઝાના પુત્ર) હતા તેમણે તે પછી સારી પેઠે કાળજી લીધી.
દર્દીને સારું થઇ ગયું. એને લઇ સૌ પાછા જતા હતા તે વખતે ડો. ઓઝાએ તેમની હોસ્પિટલની કામગીરી માટે ગૌરવ કર્યુ. પત્રકારે એમનો તથા અન્ય સૌનો આભાર માન્યો.
જો કે તેમણે ડો. ઓઝાને નમ્રતાપૂર્વક કહી નાખ્યું કે, ડોકટર સાહેબ તમારી હોસ્પિટલ અને તમારી દવાથી આ બાળક સાથો થયાનું હું નથી માનતો હું તો એમ જ માનું છું કે આ બહેને માતાજીને કરેલી પ્રાર્થનાથી જ આ બાળક સાજો થયો છે.
આ એક કેવો અસ્કમાત છે કે હું આવ્યો ત્યારે એકલો હતો. હવે અહીંથી જતી વખતે હું એક આદર્શ બહેન મારા કુટુંબીજન તરીકે પામ્યો છું. એ મારા સદૈય બેન રહેશે. અને અમે ભાઇબેન રહ્યા.
‘નર્સ’ને મંગલમૂર્તિ અને દયા કરૂણાની દેવી કહેતી વખતે આ ધટના યાદ આવી છે.
આ વ્યવસાયની સમીક્ષા કરતી વખતે એમ કહી શકાય કે, જે વિઘાર્થીઓને દરદીઓની સુશ્રુષા કરવામાં આનંદ મળતો હોય અને કોઇપણ કારણોસર તેઓ તબીબી શિક્ષણ ન લઇ શકતી હોય તેઓ માટે આદર્શ પર્યાય નર્સીગ અભ્યાસક્રમ ગણાય. આ ઉપરાંત હવે તો વિશ્ર્વભરમાં તબીબી સુવિધાઓની વૃઘ્ધિ થતા નસીંગ અભ્યાસક્રમ, કરનાર માટે ઉજજવળ કારકીર્દી ની તકો પડી છે. નસૌગતા વ્યવસાય સેવા અને કરુણાના વ્યવસાય તરીકે કીર્તી સ્થંભ સ્થાપ્યો છે. એમ કહીએ તો જરાય અતિશયોકિત ન ગણાય.
જે વિઘાર્થીનીઓએ 1રમું ધોરણ વિજ્ઞાનના વિષયો સાથે સારા ગુણો સાથે પસાર કર્યુ હોય તેઓ આ અભ્યાસક્રમમાં દાખલ થવાની પરીક્ષા માટે યોગ્ય ગણાય છે. આ પરીક્ષામાં લેખીત અને મૌખિક પરીક્ષાઓનો સમાવેશ થાય છે. મૌખિક પરીક્ષામાં વિજ્ઞાન ના જ્ઞાનની સામાન્ય જ્ઞાનની અને અંગ્રેજી વાતચીતની ચકાસણી કરવામાં આવે છે.
અલબત આવી કડક ચકાસણી મુંબઇની જસલોક હોસ્5િટલ જેવી ખ્યાતનામ હોસ્પિટલમાં થાય છે. બાકી સરકારી હોસ્પિટલમાં તો આવી કડક ચકાસણીનો કોઇ પ્રશ્ર્ન ન રહેતો નથી. જસલોક હોસ્પિટલના નર્સીગ અભ્યાસક્રમમાં પ્રત્યેક વર્ષ 20 જેટલા પ્રવેશ આપવામાં આવે છે. આ હોસ્પિ.માં તાલીમ લેનાર માટે હોસ્પિ. સમય અને નાણાનો વ્યય કરતી હોવાથી અહીંના નસીંગ અભ્યાસક્રમમાં દાખલ થનારે હોસ્પિ.ને બોન્ડ લખી આપવું પડે છે.
નર્સ બનવા માટે અગત્યના ગુણ શાંતિ અને સંયમ ગણાય. નર્સને અનેક દરદીઓની અને તેમના સગાઓને જવાબ આપવાના રહે છે આ બધા સમાજના અલગ અલગ સ્તરમાંથી આવનારા હોય છે. એટલે માત્ર દરદીની આર્ષવાય જરુરીયાત પુરા પાડવાની અને ડોકટરોને સારવારમાં મદદ કરવાથી નર્સનું કાર્ય પુર્ણ થતું નથી તેણે તો શાંતિ અને ધગશથી દરદીઓની સુશ્રુષા કરતા રહેવું પડે છે.
એક ‘માઁ’ અને બીજી નર્સ મંગલમૂર્તિઓ છે અને સમાજની મોંધેરી તથા મહિમાવંતી મૂડી છે.