ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલના પાંચમાં દિવસે સ્ટેડેયમમાં હાજર બે દર્શકોએ શરમજનક હરકત કરી હોવાનું સામે આવ્યું છે. આરોપ છે કે તેઓએ ન્યૂઝિલેન્ડના બેટ્સમેન રોસ ટેલર પર નસ્લીય ટિપ્પણી કરવામાં આવી છે. આ બંને દર્શક ભારતીય છે અને તેઓને સ્ટેડિયમની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની જનરલ મેનેજ ક્લેયર ફ્લોંગે ટ્વીટ કરી આ કાર્યવાહીની જાણકારી આપી છે.

ડોમિનિક ડા સૂજા નામના એક ટ્વીટર યૂઝર્સે આઇસીસીની જીએમને ટેક કરી ન્યૂઝિલેન્ડના ખેલાડીઓ પર નસ્લીય ટિપ્પણી કરી ફરિયાદ કરી હતી. તેઓએ લખ્યું હતું કે શું મેદાન પર કોઇ દર્શકોના વર્તન પર ધ્યાન રાખવાવાળું છે ? અહીં એક શખ્સ ન્યૂઝિલેન્ડની ટીમ વિરુદ્ધ અપશબ્દ કહેવામાં આવી રહ્યાં છે. આખો દિવસ ખરાબ શબ્દો બોલવામાં આવ્યા. ત્યાં સુધી કે રોસ ટેલર વિરુદ્ધ નસ્લીય ટિપ્પણી પણ કરવામાં આવી.

આ ટ્વીટ બાદ આઇસીસીની જીએમ હરકતમાં આવી અને તેઓએ સુરક્ષાકર્મીઓને ઘટનાસ્થળે મોકલી દૂર્વ્યવહાર કરનારા દર્શકોને બહાર તગેડી મૂક્યા હતા.

ક્લેયરે ટ્વીટ કરી સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી. તેઓએ લખ્યું કે તમને જણાવી દઉં કે બે લોકોની ઓળખ કરી લેવામાં આી છે. તેઓને ખરાબ વર્તનને કારણે સ્ટેડિયમમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા છે. આપણે ખેલમાં આ પ્રકારના વ્યવહારને કોઇ પણ સ્થિતિમાં સમર્થન આપી શકીએ નહીં.

તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચની વાત કરીએ તો પાંચમાં દિવસના અંતમાં ભારત, ન્યૂઝિલેન્ડ કરતાં 32 રન આગળ છે. બીજી ઇનિંગ્સમાં ભારતે બે વિકેટના નુકશાન પર 64 રન બનાવી લીધા છે. હાલ કેપ્ટન વિરાટ કોહલી 8 અને ચેતેશ્વર પુજારા 12 રન બનાવી રમી રહ્યાં છે. ન્યૂઝિલેન્ડ માટે ટીમ સાઉદીએ બંને વિકેટ ઝડપી છે. આ પહેલા પાંચમાં દિવસે ન્યૂઝિલેન્ડની પ્રથમ ઇનિંગ્સ 249 રનમાં સમેટાઇ ગઇ. ભારત તરફથી મોહમ્મદ શમીએ 4, ઇશાંત શર્માએ 3 અને અશ્વિને 2 વિકેટ ઝડપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.