• મોલડીથી 100 બોટલ કારમાં ભરીને આવતા સતીશ મકવાણાને પટેલ વિહાર હોટેલ સામેથી ઝડપી લેવાયો
  • આંબેડકરનગરના રહેણાંક મકાનમાંથી 60 બોટલ પકડી લેવાઈ : પ્રકાશ ઉર્ફે લાલો ચંદુ મહિડાની શોધખોળ

રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડા પાડી કુલ 160 બોટલ કબ્જે કરી છે. અમદાવાદ હાઇવે પર પટેલ વિહાર રેસ્ટોરેન્ટ નજીકથી 100 બોટલ દારૂ મોલડીથી ભરીને આવતા સતીશ મકવાણાને ઝડપી લેવાયો હતો. જયારે બીજા દરોડામાં કાલાવડ રોડ નજીક આંબેડકરનગરમાંથી 60 બોટલ દારૂ પકડી લેવામાં આવ્યો હતો.

દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવાની કાર્યવાહી અંતર્ગત પીએસઆઈ એ એસ ગરચરની ટીમના હેડ કોન્સ્ટેબલ અનિલભાઇ સોનારા, કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજા અને ધર્મરાજસિંહ રાણાને બાતમી મળતાં અમદાવાદ હાઇવે પર નવાગામ નજીક પટેલ વિહાર રેસ્ટોરેન્ટ નજીક અલ્ટો કાર આંતરી લેવાઇ હતી. જેમાંથી ઓલ સીઝનની 49 બોટલો રૂ. 24500 ની અને રોયલ ચેલેન્જર્સની 51 બોટલો રૂ. 25500ની મળતાં અડધા લાખનો આ દારૂ અને એક લાખની કાર મળી રૂ. 15 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચાલક સતિષ દેવશીભાઇ મકવાણા (ઉ.વ.29, રહે. મચ્છુનગર-1 કોઠારીયા સોલવન્ટ)ની ધરપકડ કરી હતી.

પ્રાથમિક પુછતાછમાં પોતે ડ્રાઇવીગ કરતો હોવાનું અને સાઇડમાં આવક ઉભી કરવા ચોટીલાના મોટી મોલડી તરફથી આ દારૂનો જથ્થો ભરી લાવ્યાનું રટણ કર્યુ હતું. જો કે તે બાટલીઓ વેંચીને કમાણી કરે એ પહેલા પકડી લેવાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એ. એસ. ગરચર, હેડકોન્સ. અનિલભાઇ સોનારા, કોન્સ. ધર્મરાજસિંહ, હરપાલસિંહ, મૈસુરભાઇ કુંભારવાડીયા, અશ્વિનભાઇ પંપાણીયાએ આ કામગીરી કરી હતી.બીજો દરોડો ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ એલ ડામોરના નેતૃત્વમાં પીએસઆઈ એમ કે મોવલીયાની ટીમ દ્વારા પાડવામાં આવ્યો હતો. એએસઆઈ રણજીતસિંહ પઢારીયા, હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ દાફડા અને વિજયસિંહ જાડેજાને બાતમી મળતા કાલાવડ રોડ નજીક આંબેડકરનગર શેરી નંબર 1માં પ્રકાશ ઉર્ફે લાલો ચંદુભાઈ મહિડાના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવતા મેકડોવલ્સ નંબર 1ની 48 બોટલ કિંમત રૂ. 19200 અને રોયલ ચેલેન્જ વ્હીસ્કીની 12 બોટલ કિંમત રૂ. 6000 એમ કુલ રૂ. 25,200 કિંમતની 60 બોટલ ઝડપી લેવામાં આવી હતી. દરોડા દરમિયાન બુટલેગર પ્રકાશ ઉર્ફે લાલો નહિ મળી આવતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.