ગામના લોકોમાં ફફડાટ: યોગ્ય કાર્યવાહી કરવા માંગ
રાજુલાના રામપરા બે ગામે ધોળા દિવસે સિંહો રોડ ઉપર લટાર મારવા નીકળ્યા હતા અગાઉ પણ રામપર બે ગામે બે દિવસ પહેલા એક ગાયનું મારણ કરેલ હતું આ રીતે વારંવાર ગામમાં ઘૂસી જાય છે .
તેમજ આજરોજ પિપાવાવ શિપયાર્ડ ના ગેટની પાસેથી સિંહો લટાર મારતા જોવા મળેલ હતા અને રોડ ઉપર પણ ગમે ત્યારે જોવા મળતા હોય છે જેથી ગામ લોકોમાં ફફડાટની લાગણી ઉત્પન્ન થયેલ છેતથા વન વિભાગ આ અંગે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠેલ છે આ અંગે રામપરા બેના સરપંચ શ્રી શનાભાઇ વાઘે વનવિભાગને પણ સિંહોના મામલે રજૂઆત કરેલ છે