ઉર્જામંત્રી સૌરભ પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં લિગ્નાઇટની ખાણોથી રોજગારીની તકો વધી છે અને ઉદ્યોગોને ફાયદો થયો છે.
કચ્છ જિલ્લામાં લિગ્નાઈટની ખાણો અંગેના જવાબમાં માહિતી આપતાં જણાવ્યું કે, જિલ્લામાં ત્રણ ખાણો ચાલું છે અને બે ખાણો બંધ છે.
ખાણો બંધ રહેવાના કારણો અંગે મંત્રીએ જણાવ્યું કે, નારાયણ સરોવર ચિંકારા અભ્યારણ્ય ઇકો સેન્સેટીવ ઝોનને કારણે બંધ છે અને બીજી ખાણમાં લિગ્નાઈટનો જથ્થો પૂર્ણ થયેલો છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, જુલરાઈ, વાધા, પધ્ધર વિસ્તારમાં ઈકૉ સેન્સીટીવ ઝોનના ‘ના વાંધા પ્રમાણપત્ર’ રજૂ થયેથી ચાલુ કરવામાં આવશે.
MSME સહાય હેઠળ વલસાડમાં ૧૩ એકમોને Rs 15.57 લાખ ચૂકવાયા
ઉદ્યોગ મંત્રી સૌરભ પટેલે વિધાનસભા ખાતે જણાવ્યું છે કે, રાજ્યમાં સ્થાનિક સ્તરે રોજગારીનું પ્રમાણ વધે તે માટે એમ.એસ.એમ.ઈ એકમોને સહાય કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જેમાં માઇક્રો, સ્મોલ અને મિડિયમ ઉદ્યોગોને સહાય પૂરી પાડવામાં આવે છે.
વિધાનસભા ખાતે વલસાડ જિલ્લામાં એમ.એસ.એમ.ઇ. એકમોને ગુણવત્તા સુધારણા યોજના હેઠળ અરજીઓના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું કે, છેલ્લા બે વર્ષમાં વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી ૧૯ અરજીઓ મળી હતી તે પૈકી ૧૩ અરજીઓ મંજૂર કરવામાં આવી છે તેમને રૂ ૧૫.૫૭ લાખનું ચુકવણું કરાયું છે.
પટેલે ઉમેર્યુ કે, એમ.એસ.એમ.ઇ. એકમોને સહાયરૂપ થવા તથા ગુણવત્તા સુધારણા માટે, ઉદ્યોગોને મજબૂત કરવા માટે, આંતરરાષ્ટ્રીય વ્યાપારની સવલતો માટે, એરપોર્ટ સુવિધા તથા હાર્ડવેર અને સોફ્ટવેર માટે પણ સહાય પૂરી પાડવામાં આવે છે. જેમાં સોફ્ટવેર માટે રૂપિયા ૫૦ લાખના રોકાણની પ્લાન્ટ અને મશીનરી હોય તો ૬૫ ટકા પ્લાન્ટના અને વધુમાં વધુ એક લાખની સહાય, રૂપિયા ૫૦ લાખથી રૂ. ૧ કરોડનો પ્લાન્ટ હોય તો પ્લાન્ટની મૂળ નિર્માણના ૬૦ ટકા તથા રૂપિયા ૨ થી ૧૦ કરોડના પ્લાન્ટમાં મૂળ કિંમતના ૫૦ ટકા સહાય અપાય છે.
એ જ રીતે હાર્ડવેર માટે જે રૂપિયા ૫૦ લાખનો પ્લાન્ટ મશીનરી હોય તો પ્લાન્ટના ૬૫ ટકા લેખે સહાય, રૂપિયા ૫૦ લાખથી બે કરોડનો પ્લાન્ટ હોય તો મૂળ કિંમતના ૬૦ ટકા તથા રૂપિયા બે કરોડથી ૧૦ કરોડના પ્લાન્ટમાં મુળ કિંમતના ૫૦ ટકાની સહાય અને વધુમાં વધુ રૂપિયા પાંચ લાખની મર્યાદામાં સહાય પૂરી પાડવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું,”