ખોટા દસ્તાવેજનાં આધારે લાયસન્સ કાઢવામાં ૨૦ શખ્સો સામે ગુનો નોંધાયો‘તો
શહેરનાં આર.ટી.ઓ.કચેરીમાં બોગસ દસ્તાવેજનાં આધારે લાયસન્સ કાઢવા અંગેનું કૌભાંડ વિપુલ દેવમુરારી તથા મંગાભાઈ ગરીયા જેલ હવાલે રહેલા. સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી નામંજુર થતા જેથી આરોપીઓએ જામીન અરજી કરતા હાઈકોર્ટે આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલો છે. આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે, આર.ટી.ઓ. રોડ પર આવેલ મનહર સોસાયટી શેરી નં.૧માં આવેલી ઓફિસ પર આરોપી હેમાંશુ હસમુખભાઈ વાળા બોગસ દસ્તાવેજનાં આધારે એસઓજીનાં સ્ટાફે જગ્યામાં તપાસ કરતા વિપુલ દેવમુરારી અને મંગા લીંબાગરીયાની ધરપકડ કરી પુછપરછમાં લાયસન્સ કઢાવવા માટેના જુદા-જુદા પ્રમાણપત્રો તેમજ પ્રિન્ટર પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલા જેમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા લીવીંગ સર્ટીફીકેટો ધો.૮ પાસનાં જુદી-જુદી શાળાઓના હતા.
જે અંગે ખરાઈ કરતા અમુક શાળાઓ અસ્તિત્વમાં ન હોય તેમજ બાકીનાં સર્ટીફીકેટો પણ બોગસ નીકળતા આરોપીની અટક કરી તપાસમાં જુદા-જુદા એજન્ટો મારફતે આર.ટી.ઓ. કચેરીમાં આ રીતનું મોટાપાયાનું બોગસ દસ્તાવેજનાં આધારે લાયસન્સ કઢાવવાનું કૌભાંડ બહાર આવેલ. જેના અનુસંધાને પોલીસ દ્વારા આરટીઓ કચેરીનાં જુદા-જુદા એજન્ટો તેમજ લાયસન્સ કઢાવનાર વ્યકિતઓને આરોપી બનાવી ૨૦ વ્યકિતઓની આ ગુન્હાનાં કામે ધરપકડ કરવામાં આવેલી જેમાં વિપુલ દેવમુરારી તથા મંગાભાઈ ગરીયાને કોર્ટ સમક્ષ રજુ કરતા. જયુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવવામાં આવેલો હતો. ત્યારબાદ આરોપીએ જામીન પર મુકત થવા માટે હાઈકોર્ટમાં ગુજારેલી હતી જે અન્વયે એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજુઆતો તેમજ વડી અદાલતનાં રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઈ હાઈકોર્ટે આ કામનાં આરોપીઓને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલો છે. આરોપીઓવતી એડવોકેટ જીજ્ઞેશ એમ.સભાડ, જાહીદ એન.હિંગોરા, રણજીત બી.મકવાણા તેમજ હાઈકોર્ટમાં પ્રતિક વાય.જસાણી રોકાયેલા હતા.