ઉમિયાધામ સિદસર દ્વારા 251 કળશ પૂજન સાથે મહોત્સવનો પ્રારંભ

વેણું નદીના કાંઠે પાવનભૂમી સિદસર ખાતે બિરાજમાન કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીના સાંનિધ્યમાં સોરાષ્ટ્રભરના બે લાખ પિરવારોને સાંકળતીમાં ઉમા કળશ યોજનાનો તા. 3 ને રવિવારે રપ1 કળશ પૂજન સાથે કરાયો હતો. આ મહોત્સવમાં વેણુ નદીના જળની પૂજનવિધિ હજારો ભાવિકોની ઉપસ્થિતીમાં રંગે ચંગે યોજાઈ હતી.

ઉમિયાધામ સિદસર ખાતે તા. 3 જુલાઈના રોજ સવાર 9.30 કલાકે મા ઉમિયાના ચરણોમાં રપ1 કળશ પૂજન દ્વાારા   મા ઉમા કળશ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉમિયા માતાજી મંદિર સિદસરના પ્રમુખ જેરામભાઈ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઈ પટેલ તથા ઉપપ્રમુખ ચિમનભાઈ સાપરીયા, મા ઉમા કળશ યોજનાના ચેરમેન જગદીશભાઈ કોટડીયા, ટ્રસ્ટીઓ મનસુખભાઈ પાણ, રમણીકભાઈ ભાલોડિયા, જયંતિભાઈ કાલરીયા, વલભભાઈ વડાલીયા, પરસોતમભાઈ ફળદુ, નાથાભાઈ કાલરીયા, મુળજીભાઈ ભીમાણી, ભુપતભાઈ ભાયાણી, દિલીપભાઈ ધરસંડીયા, રાજનભાઈ વડાલીયા, રમેશભાઈ રાણીપા, પ્રભુદાસભાઈ કણસાગરા, પ્રભુદાસભાઈ ભેંસદડિયા,  મહિલા ટ્રસ્ટીઓ શોભનાબેન પાણ, નીશાબેન વડાલીયા, સોનલબેન ઉકાણી, નીપાબેન કાલરીયા, ઉમિયા પિરવાર સંગઠન સમિતિના પ્રમુખ કૌશીકભાઈ રાબડિયા, મહિલા સમિતિના સરોજબેન મારડીયા, યુવા સમિતિના ધર્મેન્દ્રભાઈ ઉકાણી, કાંતીભાઈ ધેટીયા, પ્રફુલભાઈ કાથરોટીયા, નરશીભાઈ માકડીયા, સહીતના ટ્રસ્ટીઓ, દાતાઓ, કારોબારી સભ્યો, સંગઠન સમિતિના સભ્યો, મંદિરની વિવિધ સમિતિના સભ્યો ઉપસ્થિત રહયા હતા.

પૂજન વિધિમાં બહેનો લાલ સાડીમાં તથા ભાઈઓ પીળા કુર્તા પાયજામાં સજજ થઈ સામેલ થયા હતા. ઉમિયા માતાજીના સાનીધ્યમાં મંદિર પટ્ટાગણ ખાતે સાથિયા સ્વરૂપે કળશની રચના ગોઠવી 11 બ્રાહમણો દ્વારા શાસત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કળશની પૂજનવિધિ સમગ્ર યોજનાના ચેરમેન જગદીશભાઈ કોટડીયા પિરવાર તથા મૌલેશભાઈ ઉકાણી પિરવાર દ્વારા કરવામાં આવી હતી. જયારે વેણુંનદીના જળની પૂજનવિધી મનસુખભાઈ પાણ અને રાજનભાઈ વડાલીયા પિરવાર દ્વારા કરવામાં આવી હતી. પૂજનવિધિ પૂર્વ મહિલા સમિતિ ની બહેનો અને છાત્રાલયની દિકરીઓ દ્વારા કળશ અને જવારાની ભવ્ય શોભાયાત્રા માતાજીના રથ સાથે યોજાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.