કોલગેસ પ્લાન્ટ ને કારણે વધુ બે શ્રમિકોનો ભોગ લેવાયો : સરકારી નિયમો નો ઉઘાડે છોગ ભંગ

માનવી અને પશુધન માટે અતિ જોખમી એવા સિરામિક ફેકટરી ના કોલગેસ પ્લાન્ટમાં  અકસ્માતો ની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે ત્યારે કોલગેસ પ્લાન્ટમાં ગુંગળાઇ જતા લખધીરપુર રોડ પર આવેલ ફેમ સિરામિક ફેક્ટરીના બે શ્રમિકો નું ગઈકાલે કમકમાટીભર્યુ મૃત્યુ નીપજ્યું હતું. મોરબી ના લખધીરપુર રોડ પાર આવેલા ફેમ સિરામિક ના કોલ ગેસ પ્લાન્ટ માં આજે કુમારસિંગ બગડિયા (ઉ.વ. ૩૨) મૂળ મધ્યપ્રદેશ , સુરેશભાઈ કાલિયાભાઈ બાબરીયા (ઉ.વ . ૨૨) મૂળ. દાહોદ, કામ કરતા હતા ત્યારે ત્યાં જ બે ભાન ઇ જતા બંને શ્રમિકો ને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પર ના તબીબો એ અબન્ને ને મૃતજાહેર કરી પોષ્ટમોર્ટમ ર્એ ખસેડ્યા હતા. બાદ બને ના મોત નિપજ્યા હતામ બાદ માં બને ના મૃતદેહો ને પીએમ ર્એ હોસ્પિટલે ખસેડાયા હતા.

ઉલ્લેખનીય છે મોરબીના મોટાભાગના     સિરામીક યુનિટો મા લેબર કોન્ટ્રાક્ટ ના નિયમો નો ઉલાળીયો કરી મજુરો ના ભાવી સો ચેઙા ઈ રહ્યા છે કોઈ જાતના સુરક્ષાના સાધનો કે વિમા પોલીસી વિના જીવ ના જોખમે મજુરો પાસે કામ લેવામાં આવતું હોવાી શ્રમિકો ને જીવ ગુમાવવો પડે છે

હાલ તો બંન્ને પરપ્રાંતિય મજુર યુવાનો ના મોત ી તેમના પરિવાર પર આભ તુટી પઙયુ છે. બીજી તરફ  બંન્ને શ્રમીકોનાં  મોત ગેસ ગળતર  ના લીધે યા હોવાની આશંકા સેવાઈ રહી છે પરંતુ મોત નુ સાચુ કારણ પી.એમ.રીપોર્ટ આવ્યા બાદ જ બહાર આવશે.ઘટના અંગે પોલીસે પણ તપાસ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.