- મીઠાપુરથી અમદાવાદ જતી લકઝરી બસને જનસાળી ગામના પાટીયા પાસે વહેલી સવારેે નડયો અકસ્માત: ર0 ઘાયલ
- ઇજાગ્રસ્તોને બાવળા અને બગોદરા હોસ્પિટલ ખાતે ખસેડાયા: ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
લીમડી અમદાવાદ હાઇવે ઉપર આવેલા જનસારી ગામના પાટીયા નજીક વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. જેમાં બંધ ડમ્પર પાછળ લક્ઝરી બસ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં બસના ક્લીનર સહિત બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા છે. જ્યારે ખવાયેલા બસના ચાલક સહિત 20 પેસેન્જરને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ખાતે પાવર ટ્રાવેલ્સની બસ અમદાવાદ જવા ગાત રાત્રે 8:00 કલાકે નીકળી હતી ત્યારે વહેલી સવારે ખાનગી ટ્રાવેલ્સ લીમડી, અમદાવાદ ધોરીમાર્ગ પર આવેલા જનસળી ગામના પાટીયા નજીક પોહચી હતી. ત્યારે બંધ પડેલા પથ્થર ભરેલા ડમ્પર સાથે પાછળના ભાગેથી ટ્રાવેલ્સ પહોંચી ગઈ હતી પેસેન્જર ભરેલી ટ્રાવેલ્સ ધડાકા ભેર ડમ્પર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ ગભીર અકસ્માતમાં ટ્રાવેલ્સના ક્લીનર સહિત બે લોકોના ઘટના સ્થળે મોત નીપજવા હતા. વહેલી સવારે અકસ્માતને પગલે સમગ્ર હાઇવે પ્રભાવિત બન્યો છે. ઇજાગ્રસ્તઓને પ્રથમ બાવળા અને વધુ સારવાર માટે બગોદરા ની સરકારી હોસ્પિટલ ખસેડવા આવ્યા છે. પાવન ટ્રાવેલ્સ મીઠાપુર થી અમદાવાદ જઈ રહી હતી
તે દરમિયાન જનસાળી ગામના પાટિયા નજીક ધટના સર્જાઈ છે. પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક દોડી ગઈ હતી. અકસ્માતને પગલે હાઇવે ઉપર લાંબી વાહનોની કતારોને કલિયર કરાવી હતી. પોલીસે મૃતકોની ડેડબોડીને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. પાવન ટ્રાવેલ્સમાં પેસેન્જર ક્યાંથી બેઠા અનેક હતા તે પ્રકારની વિગતો પણ હજુ સુધી બહાર આવી નથી. આ સંદર્ભે હાલમાં પ્રથમ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા બાદ પોલીસે આ તમામ પ્રકારની વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો છે ત્યારે અમદાવાદ હાઇવે ઉપર વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે વધુ એક વખત ખાનગી બસના અકસ્માતે બે લોકોના જીવ લઈ લીધા છે 20 થી વધુ લોકોને ગંભીર જાઓ પહોંચી છે