માંગરોળથી વેરાવળ ચાર મિત્રો કારમાં જતી વેળાએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો ગોઝારો અકસ્માત : બે ઘવાયા
માંગરોળના ચોરવાડ રોડ પર ગઈકાલે એક ગોઝારા અકસ્માતની ઘટના બનવા પામી હતી.જેમાં કાર પલ્ટી મારી જતા તેમાં બેઠેલા શિક્ષક સહિત બે લોકોના કરુણ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય બે લોકોને ગંભીર રીતે ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માત સર્જાતા રોડ પર લોકોના ટોળા એક થયા હતા.ચારેય મિત્રો માંગરોળ થી વેરાવળ જતા હતા ત્યારે ગાડી ચલાવતા ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ફોવ્હિલ કાર રોડથી નીચે ઉતરી ગઈ હતી.અને અકસ્માત સર્જાયો હતો.
બનાવની વિગતો મુજબ ચોરવાડ નજીક કાર પલ્ટી મારી જતા તેમાં બેઠેલા શિક્ષક ફારૂક જેઠવા અને રિઝવાન ખાદીમ નામના મુસ્લિમ યુવાનોના મોત થયા હતા.અને બે લોકોને ગંભીર ઈજા થઈ હતી જેને પ્રથમ ચોરવાડ અને બાદમાં વધુ સારવાર માટે કેશોદ થી જુનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતા જ પોલીસ સહિત મૃતકના પરિવારજનો હોસ્પિટલે દોડી ગયા હતા અને પ્રાથમિક પૂછપરછ માં જાણવા મળ્યું હતું કે મૃતક ફારુકભાઈ જેઠવા લંબોરા પાસે સીમ શાળામાં ફરજ બજાવતા હતા.અને સરળ સ્વભાવના થી ઓળખાતા હતા.
શિક્ષક ફારુકભાઈ જેઠવા ના મૃત્યુના સમાચારથી શિક્ષણ સમાજ સહીત સમગ્ર મુસ્લીમ સમાજમા ગમગીની લાગણી છવાઇ હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ચારેય મિત્રો માંગરોળથી ઘરમાં બેસી જુનાગઢ તરફ જઈ રહ્યા હતા ત્યારે છોડવા નજીક પહોંચ્યા ત્યારે ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં ચારેય લોકોને તો પ્રથમ ગંભીર ઈજા પહોંચી હતી.જેથી એકઠા થયેલા લોકો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જેમાં સારવાર મળે તે પહેલા જ શિક્ષક ફારુકભાઈ જેઠવા અને રિઝવાન ખાદીમના કરુણ મોત નીપજ્યા હતા.જ્યારે અન્ય બે મિત્રોને સારવાર આપવામાં આવી હતી. બંને આશાસ્પદ યુવાન મોતથી પરિવારમાં માતમ છવાયો હતો.