ફુલગામમાં જવાનોએ બે આતંકીઓને શોધીને ગોળીઓ ધરબી: બીજા બનાવમાં પૂંછ સેક્ટરમાં આતંકીઓનો સેના પર હુમલો
જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાદળો શોધી શોધીને આતંકવાદીઓને શોધીને તેમનો સફાયો કરી રહ્યા છે. દક્ષિણ કશ્મીરમાં કુલગામમાં સુરક્ષાબળોને મોટી સફળતા હાથ લાગી છે. આ મુઠભેડ દરમિયાન સેનાના જવાનોએ ૨ આતંકીઓ ઠાર માર્યા છે. કુલગામના ગોપોલપોર વિસ્તારમાં સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ ચાલી હતી અને બન્ને તરફ ફાયરિંગ થયું હતું.
મંગળવારે મોડી રાતથી સુરક્ષાદળો અને આંતકી વચ્ચે મુઠભેડ ચાલુ હતી. સૂત્રો દ્વારા સેનાના જવાનોને માહિતી મળી હતી કે કુલગામના ગોપાલપોરમાં આતંકીઓ છુપાયા છે. માહિતીના આધારે સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સેનાને ભાળ મળતા આતંકીઓએ ગોળીબાર શરુ કર્યો હતો.
જેનો સેનાએ મુહતોડ જવાબ આપ્યો હતો. આ પહેલા શનિવારે જમ્મૂ-કાશ્મીરમાં પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી હતી. બીજા બનાવમાં જમ્મુ-કાશ્માીરના પૂંછ સેક્ટરમાં એલઓસી નજીક આઇઇડી બ્લાસ્ટ થતાં એક જવાન શહીદ થયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે સાત જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. આ સાત ઇજાગ્રસ્ત જવાનોને એરલીફ્ટ કરીને મિલિટરી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.