લોકડાઉનમાં નશો કરેલી હાલતમાં નિકળેલા શખ્સે કાર પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઇ
કોરોના કારણે લોકડાઉન વચ્ચે પોલીસે મોટાભાગના રસ્તા બંધ રાખ્યા છે. ત્યારે રાત્રીનાં ૧૫૦ ફૂટ રોડ પર ગોવર્ધન ચોક નજીક બેકાબુ બનેલી કાર ઉંધી વળી જતા ચાલક સહિત બે ઘવાતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા બંને શખ્સો નશામાં હોવાથી પોલીસે ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ૧૫૦ ફૂટ રીંગરોડ ગોવર્ધન ચોક પાસે રાત્રીનાં સમયે એસેન્ટ કાર પલ્ટી મારી જતા નશાખોર કેતન નીતીન સાગઠીયા ઉ.૨૬ રહે. મવડી જૂનો વણકરવાસ, રાજેશ જેન્તી સાગઠીયા ઉ.૨૧ રહે.મવડી ગામને ઈજા થતા પોલીસે કારમાંથી બહાર કાઢી સારવાર અર્થે સીવીલ હોસ્પિટલ ખસેડયા હતા. માલવીયાનગર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.જે. જાડેજાએ બંને નશાખોરો વિરૂધ્ધ ડ્રીંક એન્ડ ડ્રાઈવનો અને બી.આર.ટી.એસ.ની. કોરીડોરની રેલીંગને નુકશાન પહોચાડવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને રાત્રીનાં કેક લેવા માટે નીકળ્યા હોવાનું રટણ કર્યું હતુ.