લાલપર ગામે લોડરના વ્હીલ નીચે આવી જતા કિશોરનું અને બે ટ્રક વચ્ચે દબાઈ જતા કલીનરનું મોત
અબતક,રાજકોટ
મોરબી જિલ્લામાં બે સ્થળે માર્ગ અકસ્માતમાં બે ના મોત નિપજયા છે. જેમાં મોરબી તાલુકાના લાલપર ગામે કારખાનામાં લોડરનું વ્હીલમાં આવી જતા માસુમનું અને બે ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમા ચાલકનું મોત નિપજયું છે.
વધુ વિગત મુજબ મુળ બિહારના અને હાલ મોરબીના લાલપર ગામે પાયોનીયર સીરામીકના કારખાનામાં કામ કરતા મીથલેશ ચંદ્રીકા ચૌહાણનો 15 વર્ષિય પુત્ર છોટી રમતો ંહતો ત્યારે લોડરનાં વ્હીલમાં આવી જતા મોત નિપજયું હતુ. જયારે વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે આવેલ ગ્રેસ્ટોન સીરામીક કારખાનામાં જી.જે.12 બીએકસ 3433 નંબરનાં ક્ધટેનરના પાછળનો દરવાજો બંધ કરતા રાજીવ રંજન ત્યારે જી.જે. 36 વી 482 નંબરનાં ટ્રકના ચાલક રિવર્સ લેતા રાજીવ રંજન દબાઈ જતા ગંભીર ઈજા પહોચતા મોત નિપજયું હતુ.