• સતત 45 મિનિટ સુધી પડેલા અનરાધાર વરસાદના કારણે શહેરભરમાં  પાણી-પાણી જેવી સ્થિતિ: અનેક વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયા: ટ્રાફિક જામની સમસ્યા સર્જાય

રાજકોટમાં છેલ્લા એકાદ  સપ્તાહથી વાદળછાંયુ વાતાવરણ જામે છે. આકાશમાં કાળા ડિબાંગ  વાદળોનો  જમાવડો પણ જોવા મળે છે. પરંતુ  મેઘરાજા મહેર ઉતારતા નથી. ગઈકાલે સાંજે શહેરમાં  મેઘાનો અષાઢી અંદાજ  જોવા મળ્યો હતો. માત્ર 45 મિનિટમાં  શહેરમાં દોઢ ઈંચ જેટલો વરસાદ  વરસી જવાના કારણે સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતુ. વાતાવરણમાં ઠંડક  પ્રસરી જવા પામી હતી. અનેક વિસ્તારોમાં  વરસાદના  પાણી ભરાયા હતા ટ્રાફિક  જામનાં દ્રશ્યો સર્જાયા હતા.  રાજકોટમાં આજ સુધીમાં  સિઝનનો  9 ઈંચ વરસાદ વરસી ગયો છે.

દિવસ દરમિયાન  ભારે ઉકળાટ અને વાદળછાંયા વાતાવરણ વચ્ચે સમી સાંજે  મેઘરાજાનું  ધમાકેદાર  આગમન થયું  હતુ. શરૂઆતમાં  થોડા સમય ધીમીધારે હેત વરસાવ્યા બાદ અનરાધાર  વરસવાનું શરૂ કર્યું હતુ શહેરનાાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 26મીમી વરસાદ વરસી ગયો હતો. સિઝનનો કુલ 219 મીમી વરસાદ વરસી ગયો છે. જયારે વેસ્ટ ઝોનમાં 33 મીમી વરસાદ પડયો હતો.  અહી સીઝનનો  204 મીમી વરસાદ વરસી ગયો છે. જયારે ઈસ્ટઝોન વિસ્તારમાં 27 મીમી વરસાદ વરસ્યો હતો. અહી સિઝનનો કુલ  177 મીમી વરસાદ  વરસી ગયો છે. હવામાન વિભાગના રેકોર્ડ  પર  શહેરમાં  30 મીમી  વરસાદ વરસી ગયો છે. સિઝનનો 162 મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

માત્ર 45 મીનીટમાં  દોઢ ઈંચ જેટલો વરસાદ  વરસી જવાના  કારણે શહેરનાં 150 ફૂટ રીંગરોડ પર ગોઠણડુબ પાણી ભરાયા હતા બીઆરટીએસ રૂટની  બંને બાજૂની  સોસાયટીમાં જાણે નદીઓ  વહેતી હોય તે રિતે  વરસાદના   પાણી વહેતા હતા આ ઉપરાંત  શહેરનાં  નીચાણ વાળા વિસ્તારોમાં પણ વરસાદના  પાણી ભરાયા હોવાની ફરિયાદ ઉઠી હતી.

માત્ર દોઢ ઈંચ વરસાદમાં આખુ રાજકોટ પાણી પાણી થઈ ગયું હતુ. જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી હતી. કોર્પોરેશનની  પ્રિ-મોનસુન કામગીરીની  પોલ મેઘરાજાએ ખોલી નાખી હતી. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. દરમિયાન આજે  સવાર વરાપ નિકળ્યો છે. હજી 14મી સુધી રાજયભરમાં  ભારેથી અતી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

રાજકોટ શહેર ઉપરાંત  રાજકોટ જિલ્લામાં  પણ મેઘરાજાની  મહેર ઉતરી હતી ધોરાજીમાં 85મીમી,  ગોંડલમાં 41 મીમી,   જામકંડોરણામાં  57 મીમી,  જસદણમાં  5 મીમી જેતપુરમાં 22 મીમી, કોટડાસાંગાણી 8 મીમી, લોધીકામાં  130 મીમી,  પડધરીમાં  4 મીમી,  રાજકોટમાં 30 મીમી, ઉપલેટામાં 21 મીમી અને  વિંછીયામાં  માત્ર 2 મીમી વરસાદ પડયો હતો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.