સમલૈંગિકતા (૩૭૭) અને વ્યભિચાર (૪૯૭)ને સુપ્રીમ કોર્ટે અપરાધમુકત કર્યા

સુપ્રીમ કોર્ટે વ્યભિચારને પુરુષો માટે સજાપાત્ર અપરાધ ગણાવતી ઈન્ડિયન પિનલ કોડની ધારા ૪૯૭ને ગેરબંધારણીય ગણાવી રદ કરી છે. ૧૫૮ વર્ષ જુનો કાયદો ગેરબંધારણીય છે અને જીવન જીવવા તથા વ્યકિતગત સ્વતંત્રતાનો અધિકાર આપતા બંધારણના આર્ટિકલ ૨૧ અને સમાનતાનો અધિકાર આપતા આર્ટિકલ ૧૪નું ઉલ્લંઘન કરે છે.

આ ઉપરાંત પોતાની પત્ની માથે વ્યભિચાર કરનાર પુરુષ સામે કેસ દાખલ કરવાની પરવાનગી આપતી ક્રિમીલ પ્રોસિજર કોડની ધાર ૧૯૮ (૧) અને ૧૯૮ (૨)ને પણ સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ઠેરવી છે. મહત્વનું છે કે માનવ અધિકારને લગતા ૨૦ દિવસમાં બે મહત્વના ચુકાદા પાંચ જર્જની બેંચ દ્વારા આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે પાંચ જર્જ ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ એ.એમ.ખાનવિલકર, જસ્ટિસ આર.એફનરિમાન, જસ્ટિ ડી.વાય.ચંદ્રચુડ અને જસ્ટિસ ઈંદુ મલ્હોત્રાએ ૨૦ દિવસમાં બે મહત્વના ચુકાદા આપ્યા છે. જેમાં સમલેંગિક સંબંધો અને વ્યભિચારને અપરાધમુકત કરવામાં આવ્યા છે.

એડલ્ટરી લો પર સીજેઆઈ દીપક મિશ્રાએ કહ્યું કે, વ્યભિચાર એ આઈપીસી કલમ ૪૯૭ મહિલાના સન્માનની વિરુઘ્ધ છે. મહિલાઓને હંમેશા સમાન અધિકાર મળવો જોઈએ. મહિલાઓને સમાજની ઈચ્છા પ્રમાણે વિચારવાનું કે વર્તવાનું ન કહી શકાય. પતિ કયારેય પત્નીનો માલિક ન બની શકે.

સંસદે પણ મહિલાઓ સામે થતી ઘરેલુ હિંસા પર કાયદો બનાવ્યો છે. કોર્ટની એક વાત બહુ સુચક છે કે બે પુખ્ત વયની વ્યકિતઓ વચ્ચે ચાર દિવાલોની વચ્ચે જે કંઈ થાય છે એ એની અંગત બાબત છે. બંને વચ્ચે ઝઘડા થાય તો પણ એ એની અંગત વાત છે.

બે વ્યકિતની અંગત બાબતોમાં સરકારે વચ્ચે ઘુસવું જોઈએ નહીં. ચુકાદામાં જસ્ટીસ નરીમાને જે વાત કરી છે એ પણ ધ્યાને લેવા જેવી છે. તેમણે કહ્યું કે, વ્યભિચારની શ‚આત માત્ર પુરુષ તરફથી જ થાય છે અને સ્ત્રી હંમેશા પિડીતા જ હોય છે એ વિચારસરણી જુની છે. આવી વિચારસરણી પણ સ્ત્રીઓની મરજી અને ગરિમાની વિરુઘ્ધ છે. આ ચુકાદો સ્ત્રી-પુરુષને સમાન અધિકાર આપશે.

તો બીજી તરફ અગાઉ એલીજીબીટીકયુ સમલેંગિકતાને લઈને પણ કોર્ટ આ પ્રકારનો જ ચુકાદો આપ્યો છે. જેમાં બે પુખ્તવયની સમલૈંગિક વ્યકિતઓ જો પોતાની મરજીથી એકબીજા સાથે રહેવા માંગતી હોય સમય વ્યતિત કરવા માંગતી હોય તો તે તેનો માનવીય અધિકાર છે અને તેના માટે સરકારે કોઈ પગલા લેવાના ન હોય આમ સમલેંગિક સંબંધોને પણ સુપ્રીમ કોર્ટના આ પાંચ જર્જની ખંડપીઠે અપરાધમુકત કર્યા છે.

સુપ્રીમ કોર્ટે સમલેંગિક સંબંધોને મંજુરીની મહોર મારી આઈપીસી કલમ ૩૭૭ને રદ કરી દીધી છે. મહત્વનું છે કે ૨૦ દિવસમાં સુપ્રીમ કોર્ટના આ બે મહત્વના ચુકાદા છે અને આગામી ૨૦૧૮ના અંત સુધીમાં કુલ નવ મહત્વના ચુકાદા આપી જસ્ટિસ દિપક મિશ્રા તેમનો કાર્યભાર જસ્ટિસ ગોગોઈને સોંપશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.