વિજય નેહરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં જ્યારે મનીષ ભારદ્વાજને યુનિટ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ સોંપાઈ
ગુજરાતના વધુ બે આઈએએસ અધિકારીઓને કેન્દ્રમાં ડેપ્યુટેશન મળ્યું છે. જેમાં વિજય નેહરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં જ્યારે મનીષ ભારદ્વાજને યુનિટ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ સોંપાઈ છે.
કેન્દ્ર કેબિનેટ કમિટી દ્વારા 11 જેટલા આઈએએસ અધિકારીઓને દિલ્હીમાં ડેપ્યુટેશન આપવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના બે આઈએએસ અધિકારીઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બે નામોમાં આઈએએસ વિજય નહેરા અને મનીષ ભારદ્વાજનો સમાવેશ થાય છે. આઈએએસ વિજય નેહરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં ડેપ્યુટેશન અપાયું છે. જ્યારે મનીષ ભારદ્વાજને યુનિટ આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે 2001ની બેચના આઈએએસ અધિકારી વિજય નહેરા રાજકોટના મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યા છે. હાલમાં તેઓ સાયન્સ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટમાં સચિવ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમની પાસે ગુજરાત ઈન્ફોમિટિક્સ લિમિટેડની જવાબદારી હતી. હવે તેમને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ હેઠળ નેશનલ ડિફેન્સ કોલેજમાં સીનિયર ડાયરેક્ટિંગ સ્ટાફ તરીકે 5 વર્ષની નિમણૂંક આપવાામં આવી છે. વિજય નેહરા મૂળ રાજસ્થાનના સીકરના વતની છે અને તેમણે કેમેસ્ટ્રીમાં એમએસસી અને આઈઆઈટી મુંબઈથી અભ્યાસ કરેલો છે.
આઇએએસ મનીષ ભારદ્વાજ 1997ની બેચના અધિકારી છે. તેમને પણ આઈએએસ રુપન્દરસિંહની જગ્યાએ 5 વર્ષ માટે મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી હેઠળ આવતા યુઆઇડીઆઇએમાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂંક આપવામાં આવી છે.