ત્રણ શ્રમિકો ચાલીને ઘરે જતાં અંતરિયાળ મોતથી પરિવારમાં અરેરાટી: બેના મોત એક ગંભીર

રાજકોટ- અમદાવાદ હાઇ-વે પર હિરાસરમાં બનતા નવા એરપોર્ટ નજીક ‘હીટ એન્ડ રન’નો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં પુરપાટ ઝડપે આવતી કારે ત્રણ શ્રમિકોને ઠોકરે લીધા હતા. જેથી તેઓને ગંભીર ઇજા પહોચતા તેને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જયાં સારવાર દરમ્યાન બેના મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી છે.

આ અંગે મળતી માહીતી મુજબ રાજકોટ-અમદાવાદ હાઇવે પર હીરાસર એરપોર્ટ નજીક રહેતા અને છુટક મજુરી કામ કરતાં પ્રકાશભાઇ રાયસીંગભાઇ પાલ, હીરીશ રમેશભાઇ પાલ અને દેવચંદ્ર પાલ રાત્રે પગપાળા જતા હતા તે વેળાએ પુરપાટ ઝડપે આવતી અજાણી કારે તેમને ઠોકરે લેતાં તેઓને તાત્કાલીક સારવાર અર્થે સીવીલ હોસ્5િટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં પ્રથમ હરીશ રમેશ પાલનું મોત નીપજયું હતું. અને મોડી રાત્રે પ્રકાશ રાયસીંગ પાલનું પણ મોત નીપજયું છે અને દેવચંદ્ર પાલની સ્થિતિ હજુ ગંભીર છે.

બનાવની જાણ એરપોર્ટ પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તુરંત જ ત્રણેય શ્રમિકને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને પ્રાથમિક પુછતાછમાં જાણવા મળ્યું હતું કે, ત્રણેય ભાઇઓ રાત્રીના સમયે મિત્રને ત્યાં પૈસા લેવા માટે પગપાળા ગયા હતા. અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા તે વેળાએ પુરપાવ ઝડપે આવતી કારે તેમણે ઠોકરે લીધા હતા. શ્રમિકોના આંતરિયાળ મોતથી પરિવાર શોકમાં ગળકાવ થયો છે.

અકસ્માત સર્જી નાશી ગયેલ કાર ચાલક વિરુઘ્ધ પોલીસે હીટ એન્ડ રનનો ગુનો નોંધી અને તેની ઓળખ કરવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.