- પીપાવાવ નજીક એસએમપીના દરોડાના પગલે
- પાંચ દિવસ પૂર્વે સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકીને ગેરકાયદે પેટ્રોલીયમ પ્રોડકટના કૌભાંડનો પર્દાફાશ
રાજુલામાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાના પગલે મરીન પોલીસના બે કર્મચારી હેડ કોન્સ્ટેબલમાં મહેન્દ્રભાઈ સોલંકી અને અજયભાઈ વાઘેલા ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
અમરેલી એસ પી હિમકર સિંહે સસ્પેન્ડ કર્યા રાજુલા તાલુકાના પિપાવાવ ફોર લેન રોડ પર આવેલા રાજધાની હોટેલ મા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગત તારીખ 28-1-24 ને રવિવારના રોજ દરોડા પાડી આ દરોડામાં કુલ રૂપિયા 34 લાખ 27920 રૂપિયા નો મુદ્દા માલ કબજે કરવામાં આવેલ છે લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધા બાદ પીપાવાવ મરીન પોલીસમાં છ લોકો સામે ફરિયાદ નોંધાય જેમા બે આરોપી ને પકડી લીધા હતા અને બીજા ચાર ફરાર થઈ ગયા છે
આ બનાવ બાદ અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્વારા ફરજમાં બેદરકારી દાખવવા સબબ બે જવાબદાર કર્મીઓને ફરજ મુકત કરી દઈ તેમની સામે તપાસ હાથ ધરવામાં આવેલ છે. ત્યારે કેટલાક બેદરકાર પોલીસ કર્મીઓમાં ફફડાટ ફેલાયો છે.આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ રાજુલા નજીકથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રવિવારે દરોડા બે આરોપીને ઝડપી લઇ લાખો રૂપિયાનો મુદ્દમાલ ઝડપી લીબા બાદ પીપાવાવ મરીન પોલીસમાં છ લોકો સામે ફરિયાદ નોંધાયા બાદ અમરેલી જિલ્લા પોલીસ વડા ફરજમાં બેદરકારી દાખવવા સબબ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના જે બીટમાં આ બનાવ બન્યો હતો તે બીટના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ સોલંકી અને તેમના સહ કર્મચારી અજયભાઈ વાઘેલાને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને જવાબદાર કર્મીઓ સામે તપાસ હાથ ધરવામાં આવેલ છે
ત્યારે કેટલાક બેદરકાર પોલીસ કર્મીઓમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લા પોલીસ વડા હીમકર સિંહ નાં આદેશથી બંન્ને ફરજ મુકત કરાયા રાજુલામાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાના પગલે મરીન પોલીસના બે કર્મીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હજી વધારે ઉંડાણ પૂર્વક તપાસ થાય તો પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ ની સંડોવણી છે કે ? તેની તપાસ થવી ખુબ જરૂરી છે તપાસ થાય તો ઘણી બધી સાચી હકીકતો બહાર આવે તેવી લોકોમાં ચર્ચા થઈ રહેલ છે.કારણ કે, અઘિકારીઓ ની મીઠી નજર અને તેની જાણ બહાર આટલું મોટુ કૌભાંડ કરવુ શક્ય છે?તેવા સવાલો લોકોમાંથી ઉઠી રહ્યા છે.