ગઠિયાઓ મગ અને ચણાની ખરીદી કરી રૂ. 16 લાખની છેતરપિંડી આચરી
સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ધારાધોરણ મુજબ ખરીદ કરનાર વેપારીઓએ ત્રણ દિવસમાં માલ ના પૈસા આપી દેવાના થતા હોય છે પરંતુ કેટલાક લેભાગુ તત્વો એ માર્કેટિંગ યાર્ડ માં પગ પેસારો કરી વેપારીઓને છેતરતા હોય વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાવા પામી છે યાર્ડના 24 વેપારીઓ પાસેથી મગ અને ચણા ની ખરીદી કરી આશરે રૂપિયા 16 લાખની છેતરપિંડી થવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ માર્કેટીંગ યાર્ડ મા પેઢી ધરાવતાં સાવન એન્ટરપ્રાઇઝ ગોરધનભાઈ ભૂત, પરેશ ટ્રેડિંગ પરેશભાઈ લાલચેતા, ત્રિલોક એન્ટરપ્રાઇઝ હાર્દિકભાઈ જેતાણી, શ્રીજી કૃપા કિશોરભાઈ વોરા, રામેશ્વર ટ્રેડિંગ કિરીટભાઈ વામજા, બીરેન ટ્રેડિંગ ભરતભાઈ વામજા, જગદીશ એન્ટરપ્રાઇઝ જગદીશભાઈ વેકરીયા, પરબ ધણી એન્ટરપ્રાઇઝ મનસુખભાઈ ખીખરીયા, વીકે એન્ડ કુ વિકાસભાઈ જાવ્યા, ક્રિષ્ના રાજ એન્ટરપ્રાઇઝ ચંદુભાઈ ઠુંમર, હરિહર ટ્રેડિંગ અરવિંદ ભાઈ પાનસુરીયા, અંકુર ટ્રેડિંગ નાથાભાઈ ઠુંમર, શ્રી એન્ટરપ્રાઇઝ કેતનભાઇ પારખીયા, બાલમુકુંદ ટ્રેડિંગ કિશોરભાઈ ભાલાલા, દેવ એન્ટરપ્રાઇઝ મહિપત ભાઈ સાવલિયા, શેઠ બ્રધર્સ ભાયાલાલ શેખડા, ઉમંગ ટ્રેડર્સ કપીલભાઈ ભાલોડી, જીલ ટ્રેડિંગ મહેન્દ્ર ભાઈ શિંગાળા, ગૌરી નંદન ટ્રેડિંગ પ્રદીપભાઈ હિરપરા, રાંદલ ટ્રેડિંગ અશ્વિનભાઈ ખુંટ, કીર્તન ટ્રેડિંગ વલ્લભ ભાઈ વેકરીયા, પ્રફુલ ટ્રેડિંગ રોહિતભાઈ રાદડિયા, દર્શન એન્ટરપ્રાઇઝ કેતનભાઇ ભૂત, પટેલ બાવાલાલ રમેશભાઈ રાંક સહિતનાં વાપરીઓ પાસેથી રાજકોટનાં રાધાકૃષ્ણ કોર્પોરેશનના માલિક રાહુલ રમેશભાઈ વામજા રહે કોઠારીયા રોડ ખોડીયાર સોસાયટી મેઇન રોડ તેમજ વિપુલ કુરજીભાઈ ગાંગાણી રહે મવડી કણકોટ રોડ 66સદ પાસે ઇસ્કોન ફ્લેટ વાળાઓએ કુલ રૂપિયા 1691545 ના ચણા તથા મગ ની ખરીદી કરી રકમ નહીં ચૂકવી વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ 406 420 114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.