કોઠારિયા પોલીસ ચોકી પાસે જેતપુરના વેપારીએ ૧૭૨ ગ્રામ સોનું અને મુંબઇના વેપારીએ ૫૫૦ સોનું ગુમાવ્યું
શહેરમાં ચોર અને ગઠીયાનું સામ્રજ્ય હોય તેમ ચોરી અને ઠગાઇની ઘટના રોજીંદી બની ગઇ હોય તેમ કોઠારિયા પોલીસ ચોકીની તદન નજીક જેતપુર અને મુંબઇના સોની વેપારીને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીના સ્વાંગમાં ચેકીંગ હોવાનું કહી રૂ ૨૧.૬૬ લાખનું સોનું ગઠીયા ઉઠાવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જેતપુર સોની બજારમાં યમુના જવેલર્સ નામની પેઢી ધરાવતા જયવંતભાઇ હરીલાલ લાઠીગરા નામના સોની વેપારી સોનાના ઘરેણામાં હોલ માર્ક માટે રાજકોટ આવ્યા હતા. હોલ માર્ક કરાવી પરત જેતપુર જવા નીકળ્યા ત્યારે કોઠારિયા પોલીસ ચોકી પાસે પહોચ્યા ત્યારે બે બાઇક પર આવેલા ચાર શખ્સોએ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાની ખોટી ઓળખ આપી ચેકીંગના બહાને ૧૭૨ ગ્રામ સોનાના ઘરેણા સેરવી લીધા હતા.
જેતપુરના સોની વેપારી સાથે ઠગાઇ થયાના અડધા જ કલાકમાં મુંબઇના કલ્પેશભાઇ મંડેસા ૫૫૦ સોનાના ઘરેણા સાથે મામા સાહેબની જગ્યા પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓને પણ ચારેય અજાણ્યા શખ્સોએ પોલીસની ઓળખ આપી ચેકીંગના બહાને સોનાના ઘરેણા તફડાવી લઇ ફરાર થયાની એ ડિવિઝન પોલીસમાં ફરિયા નોંધાઇ છે.
ચારેય ગઠીયાને ઝડપી લેવા પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી તપાસ હાથધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com