તુલસીધામ સોસાયટીમાં જુગાર રમતા પાંચ મહિલા પકડાઈ
શ્રીજી પાર્કમાંથી જુગાર રમતા વકિલ પિતા-પુત્ર ઝડપાયા
ઉના શહેરમાં હવે મહિલાઓ પણ પુરૂષશેને જુગાર રમવામાં પાછળ રાખી દેતી હોવાનું બહાર આવેલ છે. ઉનાના પોલીસ ઈન્સ્પેકટર એમ.યુ. મસીની કડક સુચનાથી ઉનાના મહિલા પી.એસ.આઈ. ડી.બી. લાખણોત્રા, મહિલા પોલીસ કર્મચારીને લઈ બાતમીનાં આધારે ઉના શહેરમાં તુલસીધામ સોસાયટીમાં ગરબી ચોક પાસે મહિલાઓ રૂપીયાની હારજીતનો જુગાર રમતી હોય પોલીસે નાકાબંધી કરી રેઈડ પાડતા રીટાબેન ઘનશ્યામભાઈ ધનવાણી,રમાબેન રમેશભાઈ કાચા, રંજનબેન વિનોદભાઈ ખસીયા, નિતાબેન વિનોદભાઈ ગોહિલ, નિલમબેન સુરેશભાઈ ગંગદેવ રે. ઉના વાળાને રંગે હાથ પકડી રોકડા રૂ.41 હજાર 470 અને તીનપતીનું સાહિત્ય સાથે ઉના પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કર્યો હતો.
જયારે બીજા બનાવમાં પોલીસે શ્રીજી પાર્ક સોસાયટીમાં જાહેરમાં રૂપીયાની હારજીતનો જુગાર રમતા યશ રોહીત સોલંકી ઉના, વકિલ ચંદ્રકાંત બાલુભાઈ બાંભણક્ષયા ઉના રોહીત નાથાલાલ સોલંકી ઉના, આકાશ ભરત સોલંકી, હસમુખ નરોતમ રાઠોડ, જયદીપ બીપીન ગઢીયા, વિજય કેશવલાલ દાણી રે. શીહોર જી. ભાવનગર રાજુ ભીખાભાઈ શાહ રે ઉના વાળાને પોલીસ એએસઆઈ હિરેનભાઈ ઝાલા અને જશપાલસિંહ પ્રતાપસિંહ ગોહિલ અને સ્ટાફે રેલડ કરી રોકડા રૂપીયા 31680 સાથે પકડી પાડેલ હતા. આમ પોલીસે કુલ 13 જુગારીઓને રોકડા રૂ. 73 હજાર 150 પકડી પાડતા રંગમાં ભંગ પાડેલ હતો.