સુરેન્દ્રનગર  જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીની સૂચના આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. જે.એસ.ડેલાને મળેલ બાતમી આધારે લીંબડી ધંધુકા રોડ ઉપર ગોપાલનગરની સામે, સર્વોદય હોટલની પાછળના ભાગે, લીંબડી ગામની સીમમાં આવેલ ભરવાડના સુરધનદાદાના મંદિરની પાછળ જાહેરમાં જુગાર રમતા ૦૨ આરોપીઓને રોકડ રકમ રૂ. ૩૮,૭૫૦/- સહિતના કુલ મુદ્દામાલ રૂ. ૬,૨૦,૯૫૦ સાથે પકડી પાડી, નાસી ગયેલ ૦૪ આરોપીઓ સહિત કુલ ૦૬ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કેસ દાખલ કરવામાં આવેલ છે….

લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ  લીંબડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. જી.જી.પરમાર, જે.એસ.ડેલા, હે.કો. બાબુભાઈ, વિજયભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા લીંબડી ધંધુકા રોડ ઉપર ગોપાલનગરની સામે, સર્વોદય હોટલની પાછળના ભાગે, લીંબડી ગામની સીમમાં આવેલ ભરવાડના સુરધનદાદાના મંદિરની પાછળ જાહેરમાં લાઈટના અજવાળે જુગાર રમતા આરોપીઓ (૧) ગૌરવભાઇ વસંતભાઇ લકુમ (વાંજા) ઉ.વ. ૩૧ રહે. લીંબડી ઠે. તળાવના કાંઠે, શીવામાળીના બગીચા સામે (૨) રાજેન્દ્રગીરી ભગવાનગીરી ગૌસ્વામી (બાવાજી) ઉ.વ.૪૯ રહે.લીંબડી ઠે.રામનાથ મંદિર પાછળ વાળાઓને ગુડદીપાસા નંગ-૦૨ તથા રોકડ રૂપિયા ૩૮,૭૫૦/- તથા પાથરણુ કિ.રૂા. ૫૦૦/- તથા પાણીના જગ નંગ-૦૨ કિ.રૂા. ૧,૦૦૦/- તથા ટોર્ચ બત્તી નંગ-૦૨ કિ.રૂા. ૨૦૦/- તથા મોબાઇલફોન નંગ-૦૨ કિ.રૂા. ૧૦,૫૦૦/- તથા મારૂતિ ઇકો કાર નંગ-૦૨ કિ.રૂા. ૫,૦૦,૦૦૦/- તથા મો.સા.નંગ-૦૨ કિ.રૂા. ૭૦,૦૦૦/-   મળી કુલ કિ.રૂા.૬,૨૦,૯૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી* પાડી, ધોરણસર અટક કરવામાં આવેલ છે. આ જુગારની રેઇડ દરમિયાન આરોપીઓ (૩) મકાભાઇ ભરવાડ રહે. લીંબડી ભરવાડ નેશ, (૪) મેંપાભાઇ ભરવાડ રહે. લીંબડી ભરવાડ નેશ, (૫) સુરેશભાઇ વાળંદ રહે. ચુડા તથા (૬) વી.ડી. ઇકો ગાડી વાળો રહે. ચુડા નાસી ગયેલ હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.