જામનગર રોડ પર આવેલા મનહરપુરના યુવાન પર પરાપીપળીયાના બે શખ્સોએ છરીના છ ઘા ઝીંકી ખૂની હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પત્નીને ભગાડી ગયાની શંકા સાથે ખૂની હુમલો કરી બંને શખ્સો ફરાર થતા પોલીસે બંનેની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મનહરપુર-1માં રહેતા મયુર ઉર્ફે લાલો વિનોદ ધરજીયા નામના 25 વર્ષના કોળી યુવાન સાધના હેર સલુન નામની દુકાને હતો ત્યારે પરાપીપળીયાના અલ્તાફ ઉર્ફે ભાયો ઇકબાલ બેલીમ અને ટકો નામના શખ્સે છરીથી ખૂની હુમલો કર્યાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
બજરંગવાડી વિસ્તારની સોનુ નામની યુવતીને અલ્તાફે લગ્ન કર્યા બાદ એક માસ પહેલાં અલ્તાફ તેની પત્નીને હેરાન કરતો હોવાથી સોનુની માતાના કહેવાથી જામનગર તેના ફઇબાના ઘરે મુકવા ગયો હતો. ત્યાર બાદ બંને વચ્ચે સમાધાન થતા સોનું પરત આવી ગઇ હતી અને ફરી બે દિવસ પહેલાં સોનું ભાગી જતા મયુર ધરજીયા ભગાડીયાની શંકા સાથે ખૂની હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. કે.એ.વાળા અને રાઇટર હીરાભાઇ રબારી સહિતના સ્ટાફે મયુર ધરજીયાની ફરિયાદ પરથી અલ્તાફ અને ટકા સામે ખૂનની કોશિષનો ગુનો નોંધી બંનેની શોધખોળ હાથધરી છે.