રાજકોટવાસીઓનો પ્રિય આજી ડેમ ઓવરફ્લો થવામાં બસ હવે માત્ર 3 ફૂટ બાકી છે.શહેરને પાણી પૂરું પાડતા તમામ જળાશયોમાં છેલ્લા 24 કલાક દરમિયાન નવા નીરની ધીંગી આવક થઇ છે.
નવા નીર આવતા રાજકોટવાસીઓ આ આનંદને માણવા આજી ડેમ ખાતે આજે પહોચી ગયા હતા વધામણાં કરવા. એક તો રવિવાર અને તેમાં પણ રંગીલા રાજકોટવાસીઓ પછી કાય ઘટે ??? આ દરમિયાન આજી ડેમ ની બહાર આજી ડેમ ચોકડી ખાતે મોટા પ્રમાણ માં ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેમાં 1 કિમી જેટલી ટ્રાફિક ની લાંબી લાઈન જોવા મળી રહી હતી.. બહાર ગામ થી આવતી બસોને તેમજ મુસાફરોને ખૂબ જ તકલીફ થઈ હતી.. જુઓ આ વિડીયો અને આજી ડેમ ના ફોટોગ્રાફ્સ…
આજી-1 ડેમના સ્ત્રાવ વિસ્તાર ત્રંબા અને સરધાર વિસ્તારમાં શુક્રવારે પડેલા વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા અને એક રાતમાં ડેમમાં વધુ 4.15 ફૂટ નવું પાણી ઠલવાઇ ગયું હતું. શનિવારે સાંજ સુધીમાં આજી ડેમની સપાટી 25.40 ફૂટ પહોંચી હતી અને ત્યારબાદ પણ ધીમી આવક ચાલું રહી હતી. જેને પગલે આજે સપાટી 26 ફૂટે પહોંચી છે. ડેમ 29 ફૂટે ઓવરફ્લો થાય છે.
ન્યારી-1 16.50 21.80
ન્યારી-2 19.50 20.70
ભાદર-1 21.80 34.00
લાલપરી 15.00 15.00
– ન્યારી ડેમની સપાટી પણ 16.50 ફૂટ થઇ