ટ્રેકટર, ત્રણ બાઇક અને મકાનમાં તોડફોડ કરી પાડોશીએ મચાવ્યો આંતક: છ શખ્સો સામે નોંધાતો ગુનો
શહેરની ભાગોળે આવેલા માધાપર ચોકડી નજીક મનહરપુરમાં ઘર પાસે ઓટલા પર બેસવા જેવી સામાન્ય બાબતે પાડોશી પરિવાર વચ્ચે ઝધડો થતાં સામસામે પાઇપ, ધોકા અને છુટ્ટા પથ્થરથી હુમલો કર્યાની અને ટ્રેકટર, ત્રણ બાઇક અને મકાનમાં તોડફોડ કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે સામસામે છ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મનહરપુર-૨માં રહેતા વિનુભાઇ લાખાભાઇ અગેચણીયાએ પાડોશમાં રહેતા પરાગ ઉર્ફે કાનો ધી‚ ઝીંઝુવાડીયા, , અજય પરસોડા અને સુરેશ ઉકેડીયા નામના શખ્સોએ પાઇપ, ધોકા અને છુટ્ટા પથ્થર મારતા વિનુભાઇ અને જંયતીભાઇ ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્રણેય શખ્સો ઘર પાસે પાર્ક કરેલા જી.જે.૩કેએચ. ૮૩૪૫ નંબરના ટ્રેકટરમાં અને મકાનમાં તોડફોડ કર્યા અંગેની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જયારે પરાગભાઇ ઉર્ફે કાનાભાઇ ધી‚ભાઇ ઝીંુઝુવાડીયાએ તેના પાડોશમાં રહેતા જંયતી લાખા અગેચણીયા, વિનુ લાખા અગેચણીયા અને સુરેશ લાખા અગેચણીયાએ નઓટલો કોઇની માલીકીનો નથીથ ઓટલા પર બેસની માથાકૂટ કરી જી.જે.૩કેએફ. ૮૬૮ નંબરનું હીરો હોન્ડા સ્પેન્ડરને આગ ચાપી સળગાવી દીધાની પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી છે.
ઓટલા પર બેસવા જેવી સામાન્ય બાબતે પાડોશી પરિવાર માથાકૂટ થતા સામસામે હુમલો કરી ટ્રેકટર, ત્રણ બાઇક અને મકાનમાં તોડફોડ કરી છુટ્ટા પથ્થરના ઘા માર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ. જે.એમ.ભટ્ટ સહિતના સ્ટાફે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથધરી છે. ઘવાયેલા જયંતીભાઇ લાખાભાઇ અગેચણીયા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.