ઓખા ગુજરાત મેરીટાઇમ બોર્ડના બે કર્મચારી મહેન્દ્રભાઇ જોષી ઇલેકટ્રેશીયને ૩૭ વર્ષની નોકરી તથા કિશોરભાઇ જીલ્કા સીકયુરીટી સ્ટાફ ના ૩૦ વર્ષની નોકરી બાદ પોતાની ફરજને ઇમારદારી અને નિષ્ઠાથી પુર્ણ કરી હતી. એમની આટલા વર્ષોની કામગીરી બદલ ઓખા ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને એમના તમામ સ્ટાફે શુભેચ્છા પાઠવી હતી.

જેમાં ખાસ ઓખા પોર્ટ ઓફીસર એ.કે.મીશ્રાએ હાજર રહી બન્ને શુભેચ્છા પાઠવી હતી સાથે સ્ટાફના દરેક લોકોએ મોમેન્ટો અને શાલ ઓઢાડી અભિનંદન પાઠવ્યા હતા. જેમાં ખાસ મુળ બેટ દ્વારકાના યુવા કથાકાર ગૌરાંગભાઇ જોષી હાજર રહી બન્ને કર્મચારીને વાક પુષ્પો દ્વારા અભિનંદન પાઠવતા કહ્યું હતું કે એક સીકયુરીટી કર્મચારીએ ૩૦ વર્ષ સુધી ઓખા બંદરની રક્ષા કરી અને બીજા ઇલકેટ્રીક કર્મચારીએ ૩૬ વર્ષ સુધી ઓખા બંદરમાં ઉજાશ પાર્થરયો હતો.

અને હવે પછીનું એમનું આયુષ્ય સુરક્ષતી રહે અને જીવનમાં હમેશા ઉજાશ અને આનંદ મય રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. અને ફરજમાંથી નિવૃત થઇ સેવાકીય કાર્યોમાં હમેશા પ્રવૃતિ મય રહે તેવો અનુરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.