માંડવી નગરપાલીકા દ્વારા  બનાવવામાં આવલેા સીસી રોડના કોન્ટ્રાકટરના બીલના રૂ. 90 લાખના ચેક આપવાના બદલામાં  પાલીકાના કલાર્ક અને  પટ્ટાવાળા રૂ.2.25 લાખની લાંચ  સ્વીકારતા  એસીબી સ્ટાફે ઝડપી લીધા છે.

માંડવી પાલિકાના લાંચીયા કલાર્ક-પટટાવાડો 2.25 લાખની લાંચ લેતા ઝડપાતા અનેક તર્કવિતર્ક !ગોઠવી માંડવી નગરપાલિકાના બે લાંચીયા કર્મચારીને લાખો રૂપીયાની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. કાનજીભાઈ બચુભાઈ મહેશ્વરી,વર્ગ-3 ,હેડ ક્લાર્ક અને માંડવી નગર પાલીકા. વ્રજેશ મનોજભાઈ મહેશ્વરી, કરાર પટ્ટાવાળા,માંડવી નગરપાલીકા રૂા. 2,25,000/- લાંચ લેતા ઝડપાઇ જતા સમગ્ર માંડવી સહિત કચ્છમાં ચકચાર પ્રસરી છે.

સી.સી.રોડ બનાવનાર કોન્ટ્રાકટરના  90 લાખનો ચેક આપવાના બદલામાં લાંચ લીધી

માંડવી નગરપાલીકા વિસ્તારમાં સરકારી ટેન્ડરો ભરી સીસી રોડ અને પેવર બ્લોક ના કામના કોન્ટ્રાકટર  તેને કામ પેટે 90,00000/- ના કામ કરેલા હોય જે કામના તેને મળવાપાત્ર પેમેન્ટ ના હિસ્સાનો ચેક આપવા માટે 2,25,000/- ની લાંચની માંગણી કરી હતી. આ અંગે   ગાંઘીઘામ એસીબી કચેરીમાં ફરિયાદ નોંધાય  લાંચનું છટકું ગોઠવવામાં આવ્યુ હતુ જેમાં પટ્ટાવાડો હેડ કલાર્ક વતી લાંચ લેતા ઝડપાઇ ગયો હતો. ગાંઘીઘામ એસીબી વી.એસ.વાઘેલાએ મદદનીશ નિયામક,બોર્ડર એકમ કે.એચ.ગોહીલ ની આગેવાનીમા આ કાર્યવાહી હાથ ધરી હતી.

જો કે હેડ કલાર્ક કક્ષાના કર્મચારી આટલી મોટી રકમની લાંચની માંગણી કરે તે નવાઇ પમાડે તેવી વાત છે તેથી આ મામલે આગળની ઉંડી તપાસ થાય તેવી ચર્ચા લોકમુખે છે. જો કે દિવાળી જેવા તહેવારના સમયમાં સરકારી કચેરીમાં લાંચના કિસ્સો સામે આવતા સમગ્ર સરકારી વિભાગમા આ કિસ્સાની ભારે ચર્ચા છે. તાજેતરમાંજ મુખ્યમંત્રીએ નબળા બ્રીજને લઇને કડક આદેશો આપ્યા છે. પંરતુ સરકારમાં પણ એક સાધો ત્યા તેર તુટે તેવો તાલ હોય તેમ ભષ્ટ્રાચારના ઓવરબ્રીજના મામલાઓ ગુજરાતમાં ચર્ચામા છે ત્યા માંડવીમાં ભષ્ટ્રાચારના બોલતા પુરાવા સામે આવ્યા છે જેને અનેક સવાલો ઉભા કર્યા છ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.