એક સાથે ત્રણ કાર અથડાતા સર્જાયો ગોજારો અકસ્માત: 6 ને ઇજા પહોંચતા સારવારમાં

ખંભાળિયા-જામનગર રોડ પર આજે વહેલી સવારે સાડા ચારેક વાગ્યે મીઠોઇ પાટીયા પાસેના કંપની નજીક હાઇવે પર ડાયવર્ઝન હોય સીંગલ રોડમાં ત્રણ કડી વચ્ચે અકસ્માત થતાં જામ રાવલ ન.પા.ના બે કર્મચારીઓના મોત નિપજ્યા હતા.

ગાંધીનગર ખાતે આજે સ્વચ્છતા અભિયાનના સંદર્ભમાં મીટીંગ હોય જામ રાવલથી ચાર કર્મચારીઓ સેનેટરી ઇન્સ્પેક્ટર મનોજ શીંગરખીયા સહિત બલેનો કારમાં નીકળ્યા હતા ત્યારે કંપની પાસે ડાયવર્ઝનમાં સીંગલ રોડ હોય સામેથી આવતી અર્ટીંગા કાર સાથે બલેનો અથડાતા તેમાં બેઠેલા આ ચાર કર્મચારીઓને ગંભીર ઇજા થઇ હતી. જેમાં કારમાં ફસાઇ જતાં નીતીન કાગડીયા નામના યુવાનનું ઘરના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે બાકીના ત્રણને જામનગર ખસેડાતા મનોજ શીંગરખીયાનું પણ મોત નિપજ્યું હતું. જેઓ સેનેટરી ઇન્સ્પેક્ટર હતા તથા મીટીંગમાં જતા હતા.

બનાવમાં રાવલના કર્મચારીઓની બલેનો સામે નડીયાદ તરફની અર્ટીંગા કાર અથડાઇ હતી તથા તેની પાછળ ટવેરા કાર અથડાઇ હતી. જેમાં પાંચેક મહિલાઓને પણ ઇજા થઇ હતી.

અકસ્માતના સ્થળે ત્યાંથી પસાર થતાં ખંભાળિયા પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર કિશોરસિંહ સોઢાને જાણ થતાં તેમણે સ્ટાફ સાથે ઇજાગ્રસ્તોને મદદ કરી હતી તથા ખંભાળિયા એમ્બ્યુલન્સ તથા માણસ જીવણભાઇ ડગરા સી.ની. ક્લાર્ક દ્વારા મોકલવા વ્યવસ્થા કરીને ઘાયલોને 108 દ્વારા જામનગર પહોંચાડવા તથા રાવલ ન.પા. સ્ટાફને જાણ કરી હતી.

બનાવની કરૂણતા હતી કે મૃતક બન્ને યુવાનો હંગામી કર્મચારી તરીકે વર્ષોથી જામરાવલ ન.પા.માં કામ કરતા હતા તથા મીટીંગ હોય માટે ગાંધીનગર સાથે જવા નીકળ્યા હતા અને આ બનાવ બનેલ.

બનાવની જાણ થતાં રાવલ ન.પા.ના રાકેશભાઇ થાનકી તથા કર્મચારીઓ મૃતદેહ લેવા ખંભાળિયા જામનગર પહોંચ્યા હતા તથા જામરાવલ ન.પા.સ્ટાફમાં ભારે શોકની લાગણી છવાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.