• સારવાર માટે આવેલી મહિલાને અધૂરા માસે થયો ગર્ભપાત
  • ગર્ભ કેવી રીતે બહાર આવી ગયા તે અંગે સવાલો ઉભા થયા
  • 4 મહિનાના બે બાળકોના ભૃણ મળી આવ્યા
  • મહિલાને કયા કારણોસર અર્બોશન થયુ એ તપાસનો વિષય છે : RMO ડો. કેતન નાયક

સુરતની નવી સિવિલ હોસ્પિટલના ટોયલેટમાંથી બે ભૃણ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. સારવાર માટે આવેલી મહિલાને અચાનક બ્લિડિંગ શરૂ થયા બાદ ગર્ભપાત થયો હતો. જો કે, ટોયલેટમાંથી ભૃણ મળી આવતાં ક્યા કારણોસર મીસ કેરેજ થયું અને ગર્ભ કેવી રીતે બહાર આવી ગયા તે અંગે સવાલો ઉભા થઈ રહ્યાં છે.

ત્યારે સમગ્ર બનાવ અંગે સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. કેતન નાયકે કહ્યું કે, મહિલાને હાલ સારવાર આપવામાં આવી રહી છે. મને મળેલી માહિતી પ્રમાણે મહિલાને અચાનક દુઃખાવા અને બ્લિડિંગ થયું હતું. ત્યારબાદ આ ઘટના બની હતી. જેવી મેડિકલ સ્ટાફને ખબર પડી કે તેઓ તાત્કાલિક ત્યાં જઈને મહિલાને સારવાર માટે વોર્ડમાં લઈ આવ્યા છે. હાલ તેણીની સારવાર ચાલું છે. મહિલાને કયા કારણોસર અર્બોશન થયુ એ તપાસનો વિષય છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.