દામનગર ના કાચરડી ગામે બે તરુણી ના ડૂબી જવા થી મોત થયા નાના એવા ગામ માં ગનગીની પ્રસરી ગઈ રીટાબેન હિમતભાઈ શેખલીયા ઉવ ૧૨ અને ખુશીબેન લાલજીભાઈ વઢેલ ઉવ ૧૩ તરુણી ધોરણ આઠ માં અભ્યાસ કરી હતી બંને તરુણી ઓ ને વ્રત ચાલતા હતા તેથી તળાવ ખાતે અનેક તરુણી ઓ ગઈ હતી આજે બપોરે પછી ચારેક વાગ્યા ના સમયે એક તરુણી નો પગ લપ્સી જતા તેને ડૂબતી જોઈ બીજી તરુણી બચાવવા જતા બંને તરુણી ઓ ડૂબી લાંબી શોધખોળ બાદ બંને તરુણી ઓ ના મૃત્યુ દેહ જ હાથ લાગ્યા નાના એવા કાચરડી ગામે તળાવ માં પાણી તો નથી પણ તળાવ માં વચ્ચે એક ખાડો પાણી થી ભરાયેલ છે.
દસ ફૂટ આસપાસ ઊંડા ખાડા માં અકસ્માતે લપ્સી જતા મૃત્યુ થતા નાના એવા ગામ માં શોક પ્રસરી ગયો હતો ઘટના ની જાણ થતાં ની સાથે લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવિયા જિલ્લા પંચાયત ના બાળ અને મહિલા વિકાસ ચેરમેન ઘનશ્યામભાઈ રાઠોડ સરપંચ શ્રી ગોરબભાઈ રાઠોડ સહિત ના અગ્રણી ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી આરંભી હતી પણ ઘટના સ્થળે લાંબી શોધખોળ બાદ બંને તરુણી ઓ મૃત હાલત માં મળી સ્થનિક અગ્રણી જનકભાઈ તળાવિયા સહિત ના અગ્રણી ઓ દ્વારા બંને મૃત તરુણી ઓ ને દામનગર સિવિલ ખાતે પી એમ માટે લવાય હતી નાના એવા ગામ માં આ ઘટના થી શોક નો માહોલ સર્જાયો હતો.