રાજબાગ, જવાહરનગર અને લાલચોક વિસ્તારનાં વેપારીઓને આતંકીઓ દ્વારા ધમકાવવામાં આવી રહ્યા છે
જમ્મુ-કાશ્મીરમાં ૩૭૦ અને ૩૫-એ હટયા બાદ ફરીથી આતંકીઓ શ્રીનગર ઉપર પોતાનો કબજો જમાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કહેવાય છે કે, શ્રીનગરમાં અંદાજીત બે ડઝન જેટલા આતંકીઓ ઘુસી ગયા છે અને ત્યાંના સ્થાનિક વ્યાપારીઓને પણ ડરાવી રહ્યા છે. સરકાર દ્વારા અનેકવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે અને શ્રીનગરમાં સુલેહ અને શાંતિનો માહોલ સ્થાપિત રહે તે દિશામાં કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરનાં રહેવાસીઓ અને જમ્મુ-કાશ્મીરમાં આશકીક પરિસ્થિતિમાં જે કોમ્યુનિકેશન ચેનલ અને લોકોની મુમેન્ટ ઉપર જે રોક મુકવામાં આવી છે તેનાં કારણે કયાંકને કયાંક પરિસ્થિતિ વણસી હોય તેવું લાગી રહ્યું છે.
સરકાર દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધને હળવી કરી દીધી છે તેમ છતાં કાશ્મીરની વાદીઓમાં જે રીતે શાંતી પ્રસ્થાપિત થવી જોઈએ તે હજુ સુધી થઈ નથી. કારણકે વાદીઓમાં અનેકવિધ આતંકીઓ હાજર રહ્યા હોવાની ભાળ મળી રહી છે. શ્રીનગરનાં નિચાણવાળા વિસ્તારોમાં આતંકીઓ સરળતાથી પરીવહન કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે અને ત્યાંના સ્થાનિક વેપારીઓને પણ ધાક ધમકી આપતા હોવાનું જણાઈ રહ્યું છે. આ તકે જમ્મુ-કાશ્મીરનાં પોલીસ વડા દિલબગસિંહે જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરનાં ગ્રામ્ય વિસ્તારોમાં આતંકવાદીઓનું પરીભ્રમણ રૂટીન બની ગયું છે. આ તકે તંત્રએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હજુ સુધી કોઈપણ સ્થાનિક વ્યકિતનાં મોત નિપજયા નથી અને એવી કોઈ હિંસા ફાટી નથી. તેઓનું માનવું છે કે, આતંકીઓનો જે પ્લાન છે તે ખુબ જ અલગ છે. કારણકે તેની ઉપસ્થિતિ હોવા છતાં પણ કોઈપણ પ્રકારની આતંકી કાર્યવાહીઓને અંજામ આપવામાં આવતો નથી.
કાશ્મીરનાં રાજબાગ, જવાહરનગર અને લાલચોક વિસ્તારનાં વ્યાપારીઓને આતંકવાદીઓ દ્વારા હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે અને તેઓને હડતાલને સમેટવા માટે પણ તેઓને ડરાવવામાં આવી રહ્યા છે. સાથો સાથ તેઓને તેમનાં વિસ્તારમાં રહેતા સીસીટીવી કેમેરાને પણ બંધ રાખવા માટેની ધમકી પણ આપી છે. સોપીયન વિસ્તારમાં ઓટો મોબાઈલ વર્કશોપમાં આગ લગાવી હતી પરંતુ તેમાં કોઈપણ જાનહાની થઈ ન હોવાનું સામે આવ્યું છે.