અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા વિજેતઓ બાંસુરીનાસુર છેડયા
રાજકોટના અધરવેણુ ટ્રસ્ટના સભ્યો દ્વારા બાંસુરી વાદનના કેમ્પ, કલાસીસ, શિબિર, અવાર-નવાર રાખવામાં આવે છે. તાજેતરમાં સરકારના કલા મહાકુંભમાં અધરવેણુના જીજ્ઞેશભાઇ લાઠીગરાના વિઘાર્થીઓ ઘ્વની વાગડીયા (ઉ.વ.૧ર) તથા વર્ણિદ્ર પટેલ (ઉ.વ.૧૭) એ ભાગ લીધેલ હતો.
તેમાંથી વર્ણિદ્ર પટેલ પ્રાદેશીક લેવલે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ અને ઘ્વનિ વાગડીયાએ પ્રાદેશિક લેવલે ખુબ જ નાની ઉમરે સરહાનીય બાંસુરી વાદન કરીને પ્રથમ ક્રમાંક મેળવી બંને વિઘાર્થીઓએ રાજયકક્ષાની સ્પર્ધામાં સ્થાન પ્રાપ્ત કરેલ હતું તેમ અબતક ની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું.તેઓએ ઉમેર્યુ હતું કે આ કલા મહાકુંભમાં બાંસુરી વાદનમાં રાજયકક્ષામાં ગુજરાતમાંથી આશરે ૩પ સ્પર્ધકોએ સ્થાન મેળવેલ હતું અને તે માંહેથી અધરવેણુ ગ્રુપના બંને વિઘાર્થીઓ ઘ્વનિ અને વર્ણિદ્ર એ સમગ્ર ગુજરાતમાં દ્રિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. આ ગ્રુપના બે વિઘાર્થીઓએ કલા મહાકુંભમાં બાસુરી વાદનમાં ભાગ લીધેલ હતો અને આ બંને વિઘાર્થીઓએ સમગ્ર ગુજરાતમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી તેમના માતા-પિતા તથા અધરવેણુને સુંદર ભેટ આપેલ છે.
વિશેષમાં અધરવેણુના ડો. કલ્પેશ ચંદ્રાણી, શ્રી ચેતન જોષી અને શ્રી જીજ્ઞેશ લાઠીગરા દ્વારા બાંસુરી વર્કશોપનું આયોજન કરવા જઇ રહ્યા છે. અને જેમાં ભાગ લેવા ઇચ્છતા રસિકોએ અધરવેણુના સંપર્ક નં. ૯૪૨૭૩ ૮૧૨૧૨ માં જાણ કરવામા જણાવ્યું છે.